• ઘણા વાલીઓ નકારી રહ્યા છે શિષ્યવૃત્તિને
• શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં યોગ્ય સમય નથી ફાળવી શકતા
• શિક્ષકોને ઈ-કેવાયસીની કામગીરી સોંપતા કકળાટ થવા લાગ્યો
• અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ પણ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા
• ઈ- કેવાયસીની જટિલ કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી
Morbi: જીલ્લામાં “ડિજિટલ ગુજરાત પોર્ટલ” બન્યું “જટિલ પ્રક્રિયા પોર્ટલ”. વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તેમના સુધી પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરી ભણતરનું કામ પડતું મૂકીને દિવસ રાત e-kyc ના કામમાં લાગેલા શિક્ષકો અને વાલીઓ થાકી ગયા હોવાના આક્ષેપો તેમાં દ્વારા લગાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ ઘણા વાલીઓ આ શિષ્યવૃત્તિ ને નકારી રહ્યા છે અને શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં યોગ્ય સમય નથી ફાળવી શકતા અને આ પ્રક્રિયાને સરળ બનાવવાની ઉઠી છે.સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ઈ-કેવાયસીની કામગીરી સોંપતા કકળાટ થવા લાગ્યો છે અને શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ પણ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા છે. ત્યારે સમગ્ર રાજ્ય શિક્ષકોને ઈ- કેવાયસીની જટિલ કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો,.. ડિજિટલ ગુજરાત પોર્ટલ” પર વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તેમના સુધી પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરી ભણતરનું કામ પડતું મૂકીને દિવસ રાત e-kyc ના કામમાં લાગેલા શિક્ષકો અને વાલીઓ થાકી ગયા છે જેને કારણે ઘણા વાલીઓ આ શિષ્યવૃત્તિ ને નકારી રહ્યા છે. ત્યારે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ઈ-કેવાયસીની કામગીરી સોંપતા તેમાં પણ કકળાટ થવા લાગ્યો છે અને શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ પણ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા છે. ત્યારે હાલ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે સાત કોઠા પાર કરવા જેવી સ્થિતિ હાલ સર્જાઈ રહી હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર રાજ્ય શિક્ષકોને ઈ- કેવાયસીની જટિલ કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓને 1650/- રૂપિયા અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓને 1950/- રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.જેની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે વિદ્યાર્થી અને અને વાલી આધારકાર્ડ કઢાવવા માટે અને ધક્કા ખાધા પછી,લાઈનમાં ઉભા રહ્યા બાદ મહા મુસીબતે આધારકાર્ડ કઢાવે છે ત્યારબાદ ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા ખાય છે,બાળકનું બેંક ખાતું બેંક ખોલી આપતી નથી.ઘણા બધા પ્રયત્નો પછી પણ ૧૬૫૦ કે ૧૯૫૦ ની શિષ્યવૃત્તિ મેળવવા માટે પાંચ હજાર જેટલી રકમ બેંકમાં ડિપોઝીટ આપે ત્યારે બેન્ક ખાતું ખોલી આપે છે! ત્યારબાદ શાળા કક્ષાએ ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવકનો દાખલો કઢાવવાનો જાતિનો દાખલો કઢાવવાનો ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ પૂરું નામ,માતાનું નામ જન્મતારીખ,જિલ્લો,તાલુકો વસાહત,ઘરનું સરનામું, પીનકોડ માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ,શારીરિક ખોડ ખાંપણ,કુંટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર,વિદ્યાર્થીનું આધાર સ્ટેટ,આધાર નંબર રેશનકાર્ડ નંબર,આધાર kyc બેંક ડિટેઈલ IFSC કોડ,બેંક એકાઉન્ટ નંબર,વગેરે વિગતો અપલોડ કરવાની જો આધારકાર્ડ અપડેટ હોય,રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો અને તો જ દરખાસ્ત સબમિટ થાય છે નહીંતર થતી નથી.આટલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ગુજરાત ડીઝીટલ સાઈટ ખુબજ ધીમી ચાલતી હોય અને મોટેભાગે સર્વર ડાઉન રહેતું હોવાથી એરર આવતી હોય છે તો ફરીથી આખી પ્રક્રિયા કરવી પડે છે. જેથી શિક્ષકો વહેલી સવારે જાગીને શિક્ષણ કાર્યની પ્રવૃત્તિને બદલે શિષ્યવૃત્તિ દરખાસ્ત ની કામગીરી કરે છે ત્યારે જો ડિજિટલ ગુજરાત પોર્ટલ નું સર્વર યોગ્ય કામ કરતું હોય તો એક કલાકમાં મહામુસીબતે દશ જેટલી એન્ટ્રી થઈ શકે છે.અત્યાર સુધીમાં માંડ 40% બાળકોની દરખાસ્ત થયેલ છે.
એમાં વળી,e-kyc ન હોય તો દરખાસ્ત થતી નથી,e-kyc કરવા માટેની પ્રક્રિયા પણ ખુબજ જટિલ છે.જેમાં PDS+ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે OTP શિક્ષક વાલી પાસે માંગે વાલી ને થોડી ઘણી સમજ હોય તો તે OTP આપે.તેમાં પણ જે સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે છ એક કોઈ પણ વ્યક્તિ OTP માંગે તો આપવો નહીં..તો આ જાહેરાતને કારણે પણ વાલીઓ OTP આપતા નથી અને બહાના બતાવે છે વળી ઘણા વાલીઓ અશિક્ષિત હોય તો OTP ની ખબર ન પડતી હોય અથવા આંકડા વાંચતા પણ ન આવડતા હોય તો તેવા વાલીઓને પોતાના કામ ધાંધનું નુકશાન કરી ને ફરજિયાત સ્કૂલે હાજરી આપીને રૂબરૂમાં આ પ્રક્રિયા કરવી પડી રહી છે. જેથી વાલીઓ પણ હવે કંટાળીને શિષ્યવૃત્તિ લેવાની ના પાડી રહય છે. જેથી આ માટે સરકાર કઈક સીધી અને સરળ પ્રક્રિયા જાહેર કરે તેવી શિક્ષકો અને વાલીઓમાં માંગ સહિતના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.
ઋષિ મહેતા