મોરબીના ગુંગણ ગામે દલિત સમાજની ખેતીની જમીન પર ગામનાં અન્ય લોકોએ કબ્જો જમાવી દેતા આજે ગામ લોકો કલેક્ટર કચેરીએ દોડી ગયા હતાં અને બે યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

મોરબીના ગુંગણ ગામમાં સરકાર દ્વારા દલિત સમાજના 5 જેટલા પરિવારને જીવન નિર્વાહ માટે અંદાજે 60 વીઘા જમીન ફાળવી હતી. આ જમીન પર ગામનાં કેટલાંક લોકોએ દલિત સમાજનાં લોકોને ડરાવી ધમકાવી ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો.

આ મુદ્દે પોલીસે ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી તેનો કબ્જો ન સોંપવામાં આવતાં પરિવારના 5 સભ્યોએ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આજે દલિત સમાજનાં લોકો કલેક્ટર કચેરીમાં આવી પહોંચ્યા હતાં અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.