ખેડૂતોએ ખરેડા સેવા સહકારી મંડળી લી.ના ગેરવહીવટ અંગે જિલ્લા કલેકટરને રજુઆત કરી
મોરબી તાલુકાની ખરેડા સેવા સહકારી મંડળી લી.ને હાલ તાળાબંધી છે. ત્યારે ખેડૂતોએ ધીરાણ ભરવું ક્યાં તે એક મોટો પ્રશ્ન છે. આ અંગે ખરેડા ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી યોગ્ય કરવાની માંગ ઉઠાવી છે.
ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યું કે ખરેડા સેવા સહકારી મંડળી લી.નો વહીવટ છેલ્લા ૩ વર્ષથી અનિયમિત અને ભ્રષ્ટ થઈ ગયો છે. જેની અસર સીધી રેગ્યુલર ધિરાણ લેતા સભાસદોને થઈ રહી છે. ગત વર્ષનું ધીરાણ જે ખેડૂતોએ લીધું છે તેની ભરપાઈની છેલ્લી તારીખ ૩૧ મેં છે. હાલ મંડળીની કચેરીને તાળાબંધી છે. ત્યારે ખેડૂતોએ ધીરાણ ક્યાં ભરવું એ મોટો પ્રશ્ન છે.
વધુમાં જણાવ્યું કે ધિરાણની મુદત નજીક આવી રહી છે. ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. જેથી આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોનું ધિરાણ લેવામાં આવે તેવી માંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com