- ટ્રેડિશનલ લૂકમાં મહિલા પોલીસની ચાંપતી નજર
- પોલીસ દ્વારા માઉથ બ્રેઝર દ્વારા કરાઈ રહ્યો છે આલ્કોહોલ ટેસ્ટ
- પોલીસ બંદોબસ્તને કારણે મહિલાઓ પોતાને અનુભવી રહી છે સુરક્ષિત
- શકમંદ તત્વો દેખાય તો તુરંત તેની કરાઈ છે પૂછપરછ
મોરબી: નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ખેલૈયાઓ પણ અનેરી મોજમાં આવી ચૂક્યા છે તો બીજી તરફ ખાસ કરીને મહિલાઓ ને કોઈ હેરાનગતિ ન થાય અને કનડગત ન થાય તે માટે મોરબી પોલીસે પણ તૈયારી કરી લીધી છે. મોરબી જિલ્લા પોલીસની અલગ અલગ નવ જેટલી શી ટીમ મોરબીની દરેક નાની મોટી નવરાત્રીમાં નજર રાખી રહી છે અને ટ્રેડિશનલ લૂકમાં મહિલા પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અનુસાર શહેરમાં નવ જેટલી શી ટીમ ની રચના કરવામાં આવી છે અને આ ટીમ દ્વારા મોરબીમાં યોજાતી નાની મોટી દરેક નવરાત્રીમાં નજર રાખવામાં આવી રહી છે.મોરબી પોલીસની મહિલા પોલીસ ચણીયા ચોળી પહેરીને ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરવાની સાથે આ મહિલા પોલીસ પોતાની ફરજ પણ અદા કરી રહી છે અને જો કોઈ શકમંદ તત્વો દેખાય તો તુરંત તેની પૂછપરછ કરવામાં આવે છે સાથે જ માઉથ બ્રેઝર દ્વારા આલ્કોહોલ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે આ સાથે મોરબી જીલ્લા પોલીસની આ કામગીરીને લઇ ખાસ કરીને મોરબીની મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવી રહી છે.