મોરબીના બગથડા ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, તળાવ ઊંડું કરવાનું શ્રમદાન કર્યું હતું. તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું સુજલામ્ સુફલામ્ જળ અભિયાન તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે રાજયભરની જનતાની આ અભિયાનમાં થઇ રહેલી સામેલગીરી રાજયસરકાર માટે પ્રોત્સાહક પુરવાર થઇ રહી છે.
સુજલામ સુફલામ યોજના અંતર્ગત આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબીના બગથળા ગામે આવ્યા હતા. બગથળા ગામે તળાવનું નિદર્શન કર્યા બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીએમએ સુજલામ સુફલામ યોજના થકી તળાવો ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે તે જળસંચય માટે સારૂ કાર્ય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com