ગાંધીના ગુજરાતમાં દારુ બંધીનો કડક અમલ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક જગ્યાએ આવતા હોય છે ત્યારે મોરબીમાં એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું હતું શનાળા ગામ નજીકથી દરોડો પાડીને 250 પેટી વિદેશી દારૂ ભરેલ આઇસર પકડી પાડ્યું હતું.
મોરબીમાં એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં દરોડો પાડીને 12,18,380 રૂપિયાનો દારૂ,7330 રૂપિયા રોકડા,એક મોબાઈલ ફોન કીમત રૂપિયા 5000,આઇશર ટ્રક કીમત રૂપિયા 7 લાખ મળી કુલ 19,31,190 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આઇસર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
વિદેશી દારૂ મંગાવનાર ધીરેન અમૃતલાલ કારિયા, શ્યામ આહીર ,ધીરેન કારિયાનાં ડ્રાઈવર ઉદય દવે, ડ્રાઈવર રાહુલ,અને આઇસર માલિક તેમજ દારૂ મંગાવનાર અને મોકલ નાર મળી કુલ આઠ શખ્સો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપી ધીરેન કારિયા અને કલ્પેશ હર્ષદભાઈ લગારીયા વિરૂદ્ધ ભૂતકાળમાં પણ ગુનાઓ નોધાઇ ચૂક્યા છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.