જિલ્લા જળ સંચય અભિયાનનો પ્રારંભ : ઉર્જા મંત્રી વિરપર અને હળવદ ખાતેના તળાવો ઉંડા ઉતારવાના કામોનો પણ પ્રારંભ કરાવ્યો

ઘણા વયોવૃધ્ધ વડીલોએ બારેમાસ નદિઓમાં વહેતું પાણી જોયુ હશે ઘણા યુવાનોએ કુવાઓમાં પાણી જોયું હશે અને આજે આપણી આ પેઢી બોટલોમાં પાણી જોઇ રહી છે. અને હજુ જો આપણે નહી જાગીએ તો આવનાર પેઢી માટે પીવાનું પાણી પણ દોહલુ બની જશે. તેમ મોરબી ખાતે સુઝલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત મોરબી જિલ્લાના મચ્છુ નદીના સફાઇના કામનો પ્રારંભ કરાવતા ઉર્જા અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

પ્રભારીમંત્રી પટેલે ૧લી મેના ગુજરાત સ્થાપના દિને મોરબી ખાતેની મહાપ્રભુજી બેઠક ખાતેથી મોરબી જીલ્લા કક્ષાના જળસંચય અભિયાનનો મચ્છુ નદીના સફાઇ કામનો શ્રીફળ વધેરી લીલી ઝંડી ફરકાવી શુભારંભ કરાવ્યો હતો મોરબી નગરપાલીકા દવારા મોરબી શહેર થી ૩.૫ કિ.મિ. મચ્છુ નદીની સફાઇ કરવાનું કામ હાથ ધરાયું છે.

આ પ્રસંગે યોજાયેલ સમારોહનું દિપ પ્રગટાવી ઉદધાટન કર્યા બાદ મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે રાજયની પ્રજાની પીવાના પાણીની ચિંતા કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના તળાવો, ચેક ડેમો અને જયા જયા વરસાદનું પાણી બચાવી જળસંચયના કામો થઇ શકે તેમ છે તે સમગ્ર તળાવો, ચેકડેમોમાંથી જન ભાગીદારીને જોડી કાંપ કાઢી તેને ઉંડા કરવાનું અને પાણી સંચયની ક્ષમતા વધારવાનું મહા અભિયાન આજે ગુજરાત સ્થાપના દિનથી ઉપાડયું છે. જેનાથી જળ સંગ્રહમાં અનેકગણો વધારો થશે.

MACHACHHU NADI MORBI 15વધુમાં જિલ્લાના ૩૪૮ ગામોમાંથી ૧૮૭ ગામોમાં આવેલા તળાવો અને ચેકડેમોને ઉંડ્ડા ઉતારવાના કામો હાથ પર લેવાયા છે.તેમ જણાવી તેમણે આ કામો પૈકી ૧૭૫ કામોમાં ઔધોગીક અને સામાજિક સંસ્થાઓ તેમજ જન ભાગીદારીનો સહયોગ મળ્યો છે. જેની સેવાને બિરદાવી હતી.તેમણે આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડુતોની કૃષિ આવક બમણી થાય તેની ચિંતા કરી ખેડુતો તેના ખેતરમાં વર્ષમાં ત્રણ સીઝનમાં કૃષિ પાક લેતા થાય અને એ માટે ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવતા ખેડુતો થાય તે માટેકૃષીલક્ષી યોજનાકિય પ્રયાસ થઇ રહયા છે. જેમાં ખેડુતોને આ જળસંચય અભિયાન ધણુ ઉપયોગી બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મહામંડલેશ્વર પ.પૂ. સંત કનકેશ્વરીદેવીએ રાજય સરકાર દવારા લોક ભાગીદારી થી શરૂ થયેલ આ જળ સંચય અભિયાનને સફળતાના આર્શીવાદ પાઠવી જણાવ્યું કે દેવીશકિત અને પરમાત્માને માનનારા લોકો પાણીનું મુલ્ય સમજશે. તો જ તેમના ઉપવાસ કે પૂજા સાર્થક થઇ ગણાશે. કેમ કે પંચ મહાભુતતત્વની પુજામાં જળનો પણ સમાવેશ થાય છે. એટલે જળને બચાવવાનો પણ દરેક વ્યક્તિએ સંકલ્પ કરવો જ પડશે તેમ જણાવી આપણે નદિઓના જળની પુજા કરતા હોય ત્યારે આ જળને બરબાદ કેવી રીતે કરી શકિએ તેમણે ભાગવતનો એક પ્રસંગનો ઉલ્લેખ કરી જળ સંચયના કામ કરનારને ભગવાનની પ્રતિતિ વહેલી થાય છે તેમ જણાવી સૌ આ અભિયાનમાં તનમન અને ધન થી જોડાવાનો સંકલ્પ કરીએ તેમ જણાવ્યું હતું. તેમણે ઘરે આવનાર અતિથિને વૃક્ષોના છોડ સાથે આવકારવા પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ સ્વાગત પ્રવચનમાં મોરબી જિલ્લામાં જળ સંચય અભિયાન ૨૦૧૮ અંતર્ગત પસંદ થયેલ ગામો અને થનાર કામોની વિસ્તૃત રૂપરેખા આપી થનાર કામોમા ૧૭૫ તળાવ ચેક ડેમોનો કાપ કાઢવાની સંર્પૂણ જવાબદારી ઉદ્યોગકારોએ ઉપાડી છે. તેની જાણકારી આપી જિલ્લામાં આ ક્ષેત્રે વધુને વધુ કામો પ્રજા સહયોગથી થાય અને આપણો જિલ્લો આ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બાવનજીભાઈ મેતલીયા, મોરબી નગરપાલીકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી,જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા,હળવદ નગરપાલીકાના પ્રમુખ હિનાબેન રાવલ, એસ.ટી. બોર્ડના ડાયરેકટર બિપિન દવે, હળવદ પ્રાંત અધિકારી એન.એફ. ચૌધરી, મોરબી નગરપાલીકા ઉપપ્રમુખ ભરતભાઈ ઝારિયા, હળવદ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ રણછોડભાઇ દલવાડી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઇ પટેલ, તથા ઉદ્યોગકારો સંસ્થાઓના હોદેદારો તથા નગરજનો, ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.