મોરબી એસઓજીએ વાંકાનેરના ગુન્હામાં જામનગરથી ઝડપી લીધો
પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે જામનગર હાપાથી ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલિસ વડા મોરબી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા આપવામાં આવેલ સુચનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા આરોપી વનરાજ ઉર્ફે અલતાફ ગેલાભાઈ પરમાર જાતે સરણિયા ઉ.૨૫ રે હાલ જામનગર, હાપા માર્કેટિંગ યાર્ડ પાછળ, ગુલાબનગર વાળા અને મૂળ રે.ચન્દ્રપુર, વાંકાનેર વાળાને ગઈકાલે મોડીરાત્રે બાતમીને આધારે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.પોલીસની આ સફળ કામગીરી એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, માયુરધ્વજસિંહ જાડેજા, કો.નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વઘડીયા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.