રૂ.૩,૭૪૦૦૦ નો કોલસો અને ૨૦ લાખના બે ટ્રક મળી રૂ.૨૩,૭૪૦૦૦ નો મુદામાલ જપ્ત
મોરબી એસઓજી પોલીસે ગઈકાલે વાંકાનેરના ઢુંવા નજીકથી કચ્છ માંથી કોલોસો ભરી નીકળેલી બે શંકાસ્પદ ટ્રકને ઝડપી લઈ ૩,૭૪,૦૦૦ ના કોલસો અને બંને ટ્રક સહિત રૂપિયા ૨૩૭૪૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જો કે બે પૈકી એક ટ્રકનો ચાલક નાસી છુટતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ ગઈકાલે વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢુવા ચોકડી નજીક જય ભવાની હોટલ સામે ટ્રક નં જીજે ૧૨ એટી ૮૬૭૨ અને જીજે ૧૨ એટી ૯૮૮૨ માં બીલ કે આધાર પુરાવા વગર કુલ ૩૪ ટન લાકડીયો કોલસો,કીમત રૂપિયા ૩,૭૪,૦૦૦ નો લ ભરેલો હોય જેના આધારપુરાવા નહિ હોવાથી એસઓજી ટીમે ટ્રકના ચાલક મુસા ઈસ્માઈલ લારક મિયાણા (ઉ.વ.૪૦) વાળાને ઝડપી લીધો હતો જયારે અબ્દુલ ઈબ્રાહીમ મેમણ નામનો ટ્રક ચાલક નાસી ગયો હતો. એસઓજી ટીમે બંને ટ્રક કીમત રૂપિયા ૨૦ લાખ અને કોલસો મળીને કુલ ૨૩.૭૪ લાખનો મુદામાલ કબજે કરી ટ્રકના ચાલકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજીની આ સફળ કામગીરી પીએસઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા,કિશોરભાઈ મકવાણા,ફારૂકભાઈ પટેલ,જયસુખભાઈ વાસીયાણી,જયપાલસિંહ ઝાલા વગેરેએ કરી હતી.