સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા.32.70 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો‘તો: 13 સામે ગુનો નોંધાયો‘તો
મોરબી તાલુકાના રાજપરા રોડ પર આવેલા કારખાનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે 1 માસ પૂર્વે પાડેલા દરોડામાં વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયાના ગુનામાં વોન્ટેડ છ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
મોરબીના રાજપર રોડ પર આવેલા કારખાનામાં દરોડો પાડી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 32.70 લાખના દારૂ સાથે બે આરોપીને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કુલ 13 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાને મોરબી એલસીબી દ્વારા ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા હતા જ્યારે એલસીબીની ટીમે આ ગુનામાં નાસતા ફરતા પુષ્પરાજસિંહ ઉર્ફે પુસો શક્તિસિંહ જાડેજા(ઉ.વ.28 રહે.અમૃત પાર્ક સેન્ટમેરી સ્કૂલ પાછળ નવલખી રોડ મોરબી મુ.રહે મોડપર તા.મોરબી), પિયુષ દિલીપભાઈ ચાવડા (ઉ.વ.30 રહે.ભૂમિ ટાવર વાળી શેરી વાવડી ગામ અને બારશાખ રજપૂત શેરી ગઢની રાંગ મોરબી), ધર્મેશ ઉર્ફે ધમો હીરાભાઈ ચૌહાણ (ઉ.વ.25 રહે.ભૂમિ ટાવર વાળી શેરી, વાવડી ગામ ), સિંધેશ ઉર્ફે લાલો મુકેશભાઈ સિંધવ (ઉ.વ.19 રહે ગરબી ચોક શક્તિ પ્લોટ, શનાળા ગામ), ડેનિષ કાંતિભાઇ મારવાણિયા (ઉ.વ.26 રહે.જુના ગામમાં મંદિર વાળી શેરી રાજપર)અને પ્રગ્નેશ નાગજીભાઈ ઘોડાસરા (ઉ.વ.29 રહે કેશવ પેલેસ બ્લોક નં 101, રામસેતુ સોસાયટી રવાપર રોડ મોરબી મુ.રહે.રાજપર (કુંતાસી) તા.માળીયા) વાળાને મોરબી એલસીબી દ્વારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.