• રો મટીરીયલના ભાવ વધારાની સાથોસાથ ગેસમાં ભાવ વધતા એક માસ માટે સીરામીક ઉદ્યોગો ઠપ રહેશે : ડિસ્પેચ યુનિટો પણ બંધ
  • સીરામીક ઉત્પાદન, નિકાસ સહિતના અનેક પ્રશ્ર્નો ઉભા થવાની શક્યતા

હાલ જે રીતે રો મટીરીયલ અને ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેને ધ્યાને સિરામિક ઉદ્યોગ એક માસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેની માઠી અસર અનેકવિધ રીતે જોવા મળશે. તરફ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જે સીરામીક ઉદ્યોગો બંધ કરી દેવામાં આવ્યા છે તો તેનું ભારણ કોના ઉપર રહેશે કારણ કે જ્યારે સીરામીક ઉદ્યોગો ફરી શરૂ થશે તે સમયે ટાઇલ્સના ભાવમાં પણ ઉછાળો જોવા મળશે અને તેનું કારણ સીધું જ લોકોના ખંભે આવશે. તો સામે જે રીતે સેન્ટ્રલ એજન્સી દ્વારા સીરામીક ઉદ્યોગો ઉપર દોષ બોલાવવામાં આવી રહી છે તેનાથી બચવા માટે પણ ક્યાંક ને ક્યાંક સિરામિક યુનિટો બંધ કરી દેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

સિરામિક ઉદ્યોગો એક માસ એટલે કે એક મહિના માટે બંધ તો કરી દેવાયા છે સાથોસાથ તેના ડિસ્પેચ યુનિટોને પણ બંધ કરી દેવામાં આવતા અનેક નો ઉભા થઈ થશે. મોરબી સિરામિક ઉદ્યોગોમાં 800 થી 900 જેટલા યુનિટો કાર્યરત છે અને લાખથી વધુ લોકોને સીધી રોજગારી પણ મળી રહી છે પણ સામે જે રીતે સીરામીકમાં કોસ્ટિંગ વધતું જોવા મળે છે તેના કારણે જે ખર્ચ પરવડવો જોઈ તે ન થતા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ગેસના ભાવમાં પણ છેલ્લા બે વર્ષમાં અઢી ગણો જેટલો વધારો નોંધાયો છે તેનાથી જે સીરામીકનું કોસ્ટિંગ આવવું જોઈએ તે પણ આસમાને આંબયું છે.

લોજિસ્ટિક ક્ષેત્રે પણ સતત ભાવ વધારો થતા સીરામીક ઉદ્યોગ ચિંતાતુર બન્યું છે કારણ કે જે પહેલા ક્ધટેનર નો ભાવ હતો તે પણ સતત વધી રહ્યો છે. એ પરિણામના ભાગરૂપે મોરબી સિરામિક ઉદ્યોગ એ એક મહિના માટે વેકેશન લાદવાનો નિર્ણય કર્યો છે. મિત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિક માર્કેટમાં સિરામિકમાં ભાવ વધારો શક્ય બને ખરો પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાઇના સામે ટકવા માટે ભાવ વધારો લાદવો સહેજ પણ યોગ્ય નથી. આ સ્થિતિને ધ્યાને લઈ સિરામિક ઉદ્યોગકારોનું માનવું છે કે સરકાર આ વાત ઉપર ગંભીરતાથી વિચાર કરે અને વહેલાસર યોગ્ય ઉકેલ લાવે જેથી સિરામિક ઉદ્યોગ ઠપ ન થાય. તરફ એક મહિના સુધી સિરામિક ઉદ્યોગ બંધ રહેતા તેની અસર નિકાસ ઉપર પણ જોવા મળશે હાલ ભારત માટે નિકાસ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે અને દરેક ક્ષેત્રમાં સ્થપાયેલા ઉદ્યોગો વિકાસ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ચાલ જે રીતે સીરામીક ઉદ્યોગોમાં એક માસનું વેકેશન રાખવામાં આવ્યું છે તેનાથી કામદારોની રોજીરોટીને પણ ખૂબ મોટી અસર પહોંચશે એટલું જ નહીં એક મહિનો બંધ રહેવાથી જે આર્થિક ભારણ આવશે તેનો ઉકેલ સિરામિક ઉદ્યોગકારો કઈ રીતે લાવશે એ પણ સૌથી મોટો પ્રશ્ન સામે ઉભો થઈ રહ્યો છે. કાર ગેસના ભાવની સાથોસાથ જે લોજિસ્ટિક માં ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને ઘટાડવામાં આવે તો જ સ્થિતિમાં સુધારો આવશે. સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ તો થશે. એટલું જ નહીં છેલ્લા એક સપ્તાહમાં જે રીતે સીરામીક ઉદ્યોગ ઉપર આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા દોષ બોલાવવામાં આવી છે તેને જોતા પણ એક ઉદ્યોગ મંદ પડી ગયો છે અને ફફડાટ પણ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.