પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બનાવી હવસનો શિકાર
મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની સગીર વયની દીકરીને એક વિધર્મી યુવકે બહેન-ભત્રીજીને ઉપાડી જવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો. મળતી માહિતી અનુસાર, મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની સગીર વયની ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જયારે અભ્યાસ કરવા જતી ત્યારે શાળાની આસપાસ આંટા મારી આરોપી બિલાલ આદમભાઇ માણેક દ્વારા તેણીનો પીછો કરી સગીરાના ભોળપણનો લાભ લઇ પ્રેમ જાળમાં ફસાવી હતી. અને બાદમાં વિધર્મી વિદ્યાર્થીનીને પોતાની સાથે ફરવા જવાનું કહી પોતાના વીસીપરામાં આવેલા રહેણાક મકાને લઈ ગયેલ હતો અને ત્યાં સગીરાને તેણીની નાની બહેન તથા ભત્રીજીને ઉઠાવી જવાની ધમકી આપી તેમજ પોતાના હાથમાં બ્લેડના ચેકા મારી લેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બનાવની જાણ સગીરાની માતાને થતા જ સગીરાની માતાએ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસોની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.