- જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહ સાથે ભાગ લીધો
- દોડ લગાવી અને લોકોને એકતા માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો
મોરબી: આ વર્ષે 31 ઓકટોબર દરમિયાન દિવાળીની રજાઓ હોવાથી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.જેની ઉજવણીના ભાગ રૂપે મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોર લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કરી અને એકતા શપથ ગ્રહણ કરી આ દોડ ને લીલી ઝંડી આપી હતી.અને આ તમામ અધિકારીઓ અને આગેવાનો,પોલીસ જવાનોએ નવા બસ સ્ટેન્ડ થી શરુ કરી ને મોરબીના ઉમિયા સર્કલ સુધી દોડ લગાવી હતી અને લોકોને એકતા માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર, તા.31 ઓકટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે અને વિવિધ રીતે એકતાનો સંદેશ પાઠવવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે 31 ઓકટોબર દરમિયાન દિવાળીની રજાઓ હોવાથી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે ઉજવણીના ભાગ રૂપે મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લા કલેકટર,જિલ્લા પોલીસ વડા,ટંકારા ના ધારાસભ્ય સહિતના અધિકારી અને આગેવાનોએ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને હાર તોરા કરી અને એકતા શપથ ગ્રહણ કરી આ દોડ ને લીલી ઝંડી આપી હતી અને આ તમામ અધિકારીઓ અને આગેવાનો,પોલીસ જવાનોએ નવા બસ સ્ટેન્ડ થી શરુ કરી ને મોરબીના ઉમિયા સર્કલ સુધી દોડ લગાવી હતી અને લોકોને એકતા માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.