મોરબી જિલ્લામાં છેલ્લા છ દિવસથી પીજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
પીજીવીસીએલના અલગ અલગ ટીમ દ્વારા મોરબી જિલ્લાના અલગ-અલગ ગામમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા છ દિવસમાં 30 ટીમો વીજ ચેકિંગ પ્રક્રિયામાં કાર્યરત છે જેમાં રહેણાંક મકાન, કોમર્શિયલ, ખેતીવાડી સહિત કુલ 2966 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 338 મકાન, નવ કોમર્શિયલ, એક ખેતીના સ્થળોએ કુલ 348 સ્થળોએ ગેરકાયદેસર કનેક્શન હોવાનું માલુમ પડતા કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજે પાવરચોરીની રકમ કુલ રૂપિયા 97.3 લાખની વીજચોરી પકડાઇ હતી
આવી ચેકિંગ દરમિયાન હળવદ ચરાડવા સરા વાંકાનેર માળીયા ટંકારા મોરબી શહેર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું