દુર્ઘટનામાં દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવા શાંતિયજ્ઞ યોજાશે
મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જુલતા પુલ માં થયેલ દુર્ઘટના માં દિવંગતો ની આત્માની શાંતિ અર્થે મોરબી ના દરબારગઢ ખાતે “શાંતિ યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના દરબારગઢ ખાતે પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવાંગતોની આત્માની શાંતિ ઉપરાંત તેમને શ્રદ્ધાંજલિ આપવા અર્થે શાંતિ યજ્ઞ યોજાશે. ઉપરાંત રાજપરિવાર દ્વારા પુલ દુર્ઘટનામાં દિવંગત થયેલ સદગતના પરિવારને 1-1 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. ઉપરાંત સાંત્વના પાઠવતા કહ્યું હતું કે “મોરબીવાસીઓ અમારા છે અને અમે મોરબીના તો કોઈ પણ જરૂર જણાય તો અચૂક કહેશો.” ઉપરાંત આ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ
મોરબીના ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.મોરબી ખાતે સર્જાયેલી દુર્ઘટનાના પગલે આજ સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સમગ્ર રાજ્ય ભીની આંખે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરી ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ઝુલતો પુલ દુર્ઘટના દિવંગતોના સ્વજનોને 24 કલાકમાં જ ચાર-ચાર લાખની સહાય ચુકવવામાં આવી
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાના કારણે અનેક લોકોના નિધન થયા છે. આ દુર્ઘટનાના પગલે સરકાર દ્વારા 24 કલાકમાં 4-4 લાખની સહાયની રકમ જમા કરાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે. જેના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને તમામ મૃતકોના સ્વજનોને ચેક અર્પણ કરી દેવામાં આવ્યા છે. 24 કલાકમાં મુખ્યમંત્રી રાહત ફંડામાંથી 4-4 લાખના સહાયના ચેક અર્પણ કરી સરકારે તેમની લોકો પ્રત્યની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ કામગીરી કરી તલાટી-મંત્રીઓ દ્વારા મૃતકોના સ્વજનોને ઘરે ઘરે ચેક પહોંચાડવામાં આવ્યા છે.
નગરપાલિકા દ્વારા પ્રાર્થનાસભા અને કેન્ડલ માર્ચ યોજી શ્રધાંજલિ અપાઈ
મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 134 લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં મોરબી નગરપાલિકા ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી અને ત્યાર બાદ મોરબીના નેહરુ ગેટ ચોકમાંથી કેન્ડલ માર્ચ યોજીને મૃતકોના આત્માની શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રાર્થના સભા અને કેન્ડલ માર્ચ માં મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ ભાઈ મેરજા તેમજ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિત મોરબી નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ, તમામ કાઉન્સિલર અને કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
બાર એસો. દ્વારા મૌન રેલી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ સદગત ની આત્માને શાંતિ માટે સમગ્ર રાજ્યમાં આજ શોક પાડવામાં આવ્યો છે. ત્યારે મોરબી માં બાર એસોસીએસન ના સભ્યો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં બાર એસોયિેશનના વકીલો દ્વારા કોર્ટ થી ઘટના સ્થળ એટલે કે જુલતા પુલ સુધી મૌન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના તમામ વકીલો જોડાયા હતા. જ્યારે દિવંગતની આત્માને શાંતિ અર્થે આ રેલીમાં આયોજન કરવામાં આવ્યું હતું.
દાઉદી વ્હોરા સમાજ દ્વારા કેન્ડલ માર્ચ
મોરબી સમગ્ર દાઉદી વ્હોરા સમાજ દ્વારા મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 134 મૃતાત્માઓને શ્રધાંજલિ આપવામાં આવી હતી જેમાં મોરબીના નેહરુ ગેટ ચોકથી ઝુલતા પુલ ઘટના સ્થળ સુધી મોરબીના મુખ્ય માર્ગ પર ચાલીને કેન્ડલ માર્ચ યોજીને મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં મોરબીના સમગ્ર દાઉદી વ્હોરા સમાજ જોડાઇને મૃતાત્માંઓની આત્માની શાંતિ મળે માટે કેન્ડલ માર્ચ યોજી પ્રાથના કરી હતી.
મોરબી સબ જેલ સવેદના ઉભરાઇ
મોરબી શહેરમાં આવેલી મચ્ચુ નદી કે જે મોરબીની વચ્ચો વચ્ચ નિકળે છે આ મોરબી શહેરના બન્ને કાઠાંઓને જોડતો રાજાશાહી વખતનો આશરે 140 વર્ષ પહેલા એક ઝુલતો પુલ બનાવવામાં આવેલ હતો આ પુલ ગઇ તા.30/10/2022ના રોજ મોરબીની ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ છે. બનેલ દુર્ધટનામાં દિવંગત આત્માઓને આદર ચિન્હ તરીકે તા.02/11/2022ના રોજ સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવેલ છે.