ગુજરાતના માલધારી સમાજને વિશિષ્ટ પેકેજ આપવા તેમજ અગાઉના વણઉકેલ્યા પ્રશ્નો અંગે માલધારી અને કોંગ્રેસ અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ સીએમને પત્ર લખી જણાવ્યું છે કે ભારે વરસાદથી ખેતીના પાકને નુકશાન થયું છે જેથી સરકારે ૩૭ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે જેને આવકારીએ છીએ પરંતુ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહીને પશુપાલન કરતા માલધારીઓ પણ કોરોના તેમજ ભારે વરસાદને પગલે પરેશાન છે વીજળી પડતા અને પાણીમાં તણાઈ જવાથી પશુધનના મોત થયા છે પશુઓમાં અનેક સ્થળે ગંભીર રોગો થઇ રહ્યા છે જેથી માલધારી સમાજને રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ

હાલ ખોળ, કપાસિયા, અને ઘાસચારાના ભાવો આસમાને છે જેથી સરકરે વિશિષ્ટ પેકેજ આ પશુપાલક માલધારીઓના હિતમાં જાહેર કરવું જોઈએ ઉપરાંત પશુપાલકોની ચરિયાણની જમીન જેવી કે ગૌચર, ખરાબો પર ગેરકાયદેસર દબાણો દુર કરવા માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.