મોરબીમા રેલ્વેના ડીઆરએમ પી.બી.નિનાવે દ્વારા ટીટીઈ નિરંજન પંડ્યાની ટીમને સૌથી વધુ કેસ કરી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બેસ્ટ વર્કીંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મોરબીના ટીટીઈ નિરંજન પંડ્યાની ટીમ દ્વારા કુલ ૨૧,૨૭૨ કેસો મા દોઢ કરોડ જેટલી જંગી રકમ રેલ્વે ની તીજોરી મા જમા કરવામા આવી હતી જેમા ટીકીટ વગર ના ૧૦,૯૬૧ કેસો , હાયર ક્લાસ ટીકીટ ના ૯૫૬૧ કેસો, કેસો ,ઓવર ટ્રાવેલીંગના ૪ કેસ,અનબુકીંગ લગેજના ૭૪૬ કેસો મળી કુલ ૨૧૨૭૨ કેસોમાં કુલ દોઢ કરોડ રૂપીયાના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ પી.બી. નીનાવેના હસ્તે નિરંજન પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com