શહેરમાં જાણે ફરી રીક્ષા ગેંગ સક્રિય બની હોય તેવું માલુમ ફરી રહ્યું છે કારણ કે ફરી એકવાર પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેનો પાકીટ શેરવી લેવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે.જેમાં મોરબીથી રાજકોટ નોકરી પર આવતાં પટેલ યુવકને માધાપર ચોકડી પાસે રીક્ષા ગેંગનો ભેટો થયો હતી.જેમાં રિક્ષામાં બેઠેલા બે શખ્સોએ ઉલ્ટીનું નાટક કરી રૂ.૧૪ હજાર અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજ ભરેલ પાકીટ સેરવી ત્રણયે નાસી છૂટતાં ગાંધીગ્રામ પોલિસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
ઉલ્ટીનું નાટક કરી પાકીટ શેરવી લઈ યુવકને અયોધ્યા ચોકમાં ઉતારી ભાગી ગયા : પોલીસ દ્વારા રિક્ષામાં સવાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
વિગતો મુજબ મોરબીમાં અવની ચોકડી પાસે અમૃત વટીકા સોસાયટીમાં રહેતાં નરેન્દ્રભાઈ છગનલાલ ગામી (ઉ.વ.૩૮) એ જણાવ્યું હતું કે, તેઓ દરરોજ મોરબીથી રાજકોટ અપડાઉન કરી ૧૫૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક ચોક આર.કે. વર્લ્ડ ટાવરમાં આવેલ કલેયા ટાઈલ્સ નામની ઓફીસમાં નોકરી કરે છે. ગઈકાલે સવારના તેઓ મોરબીથી રાજકોટ આવવા માટે એસ.ટી.બસમાં બેસી ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડી એસ.ટી.બસ સ્ટેન્ડ પર ઉતરેલ અને ત્યાંથી તેઓ ઓફિસે જવા માટે એક ઓટો રીક્ષા ઉભી રાખી તેમાં બેસેલ અને આ ઓટો રીક્ષામાં અગાઉથી ડ્રાઈવર અને પાછળની સીટમાં બે પેસેન્જર બેઠેલ હતાં. તેઓ રીક્ષામાં પાછળ સાઈડના ભાગે બેઠેલ હતાં. દરમિયાન રીક્ષામાં મારી બાજુમાં બેસેલ વ્યક્તિને ઉલ્ટી થતી હોય તેમ કહી વારંવાર તેઓની નજીક આવી બહાર થુકતો હતો.
જેથી તે પેસેન્જરને કહેલ કે, તમને ઉલ્ટી થતી હોય તો મારી સીટમાં બેસી જાવ તેમ કહી તેઓ ચાલુ રીક્ષાએ સહેજ ઉભા થઈ સામેની સીટમાં બેસી ગયેલ હતાં.બાદ રીક્ષાના ડ્રાઈવરે કહેલ કે, રોડ પર કોઈ વ્યક્તિ રાડો પાડે છે કે રીક્ષામાંથી કાંઈ પડી ગયેલ છે તમારું કાંઈ પડી ગયેલ નથી ને તેમ કહેતા ફરિયાદીએ પેન્ટના પાછળના ખીસ્સામાં જોયેલ તો પાકીટ જોવામાં આવેલ નહી અને તે દરમિયાન રીક્ષાના ડ્રાઈવરે અયોધ્યા ચોક પાસે રીક્ષા ઉભી રાખેલ અને કહેલ કે, રીક્ષા પાછળ એક બાઇક ચાલક કંઈક પડી ગયેલા છે તેવું કહેતાં હતાં. જે તમારૂ પાકીટ જ હશે જેથી તેઓ રીક્ષા નીચે ઉતરેલ અને રીક્ષા પાછળ જોયેલ તો કોઈ બાઇક ચાલક જોવા મળેલ નહી. જેથી રીક્ષાચાલકને કહેલ કે, તમે કહેલ તેવા કોઈ ભાઈ રીક્ષા પાછળ નથી અને મારું પાકીટ રીક્ષામાંથી જ તમારા ત્રણ વ્યકિતોઓમાંથી કોઈએ લીધેલ છે કહેતા રીક્ષાચાલક કહેવા લાગેલ કે, અમે કોઈએ તમારું પાકીટ લીધેલ નથી અમારે મોડું થાય છે કહી રીક્ષા લઈને નીકળી ગયેલ હતો. જેથી યુવકે ગાંધીગ્રામ પોલીસમા પોતાનું પાકિટ જેમાં આધારકાર્ડ, એચ.ડી.એફ.સી. બેન્કનું ફોરેકસ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, પ્રાયોરિટી પાસ તથા રોકડ રૂ.૧૪૦૦૦ ચોરી થયાની ફરિયાદ નોંધાય છે.