પાંચ શખ્સોએ તલવાર અને લાકડી વડે હુમલો: ચારને ઈજા
મોરબીના વીસીપરા અમરેલી રોડ વિશાલદિપ નળીયાના કારખાનામાની ઓરડીમા રહેતા મજૂરો વચ્ચે પહેલા ન્હાવા જવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. જેનો ખાર રાખી પાંચ ઈસમોએ તલવાર તથા લાકડી વડે ચાર યુવકો પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. અને ચારેયને ગંભીર ઈજાઓ પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં ચારેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર, મોરબી વીસીપરા અમરેલી રોડ વિશાલદિપ નળીયાના કારખાનામાની ઓરડીમા રહેતા કિશનભાઇ રવિભાઇ ચૌહાણ નામના યુવક તથા સાહેદો કારખાનામાં મજુરી કામ કરી નાહવા માટે ગયેલા હોય જ્યાં યુસુફભાઇ કરીમભાઇ જેડા (રહે.હાલ સીસ્ટર બંગલો સામે વાડી વિસ્તાર વીસીપરા મોરબી મુળ રહે.નવાગામ તા.મા.મી. જી.મોરબી)એ આવી મારે પહેલા નાહવુ છે તેમ કહી ઝઘડો તકરાર કરી સાહેદ ગૌતમને મોઢા પર પ્લાસ્ટીકની ડોલ મારેલ બાદ ફરિયાદી તથા સાહેદો પોતાની રહેણાંક ઓરડી પાસે જતા જ્યાં યુસુફભાઇ કરીમભાઇ જેડા (રહે.હાલ સીસ્ટર બંગલો સામે વાડી વિસ્તાર વીસીપરા મોરબી મુળ રહે.નવાગામ તા.મા.મી. જી.મોરબી) તથા તેના કુટુંબીજનોમા બે પુરૂષો તથા બે સ્ત્રીઓ અજાણ્યા મળી કુલ પાંચ આરોપીઓએ હથીયારો સાથે ફરિયાદી તથા સાહેદ પર હુમલો કર્યો હતો અને યુસુફે તલવાર વડે ફરિયાદીને ડાબા હાથે કોણી પાસે તથા સાહેદ સંજયને હાથ પર તલવાર વડે ઇજા કરી તથા સાહેદો રવીભાઇ તથા વસંત બેનને લાકડી વડે મુંઢ માર મારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી હળધુત કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.