ગત ચોમાસામાં અતિ વરસાદ પડતાં રોડનું ધોવાણ થઈ ગયું નાલા પણ બેસી ગયા, જાગૃત નગરિકે તંત્રને ટ્વીટ કરી રિમાઇન્ડર આપ્યું
મોરબી તાલુકાના ચાંચાપર અને ગાંધીનગરને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે પ્રિ મોન્સૂન કામગીરી તરીકે ચોમાસા પૂર્વે આ રોડનું કામ કરવામાં આવે તેવી ગાંધીનગર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. રજુઆત અંગે એક જાગૃત નાગરિકે ટ્વીટ કરી ને તંત્રને રિમાઇન્ડર આપ્યું હતું.
ગાંધીનગર ગ્રામ પંચાયતે જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું કે ચાંચાપર અને ગાંધીનગર ગામને જોડતા રોડની હાલત અત્યંત ખરાબ છે. ગત ચોમાસામાં અતિ વરસાદ પડતાં આ રોડ ધોવાઈ ગયો છે ઉપરાંત અહીં ઉધોગો આવેલા હોવાથી ભારે વાહનોની અવરજવરના કારણે નાલા પણ બેસી ગયા છે.
રોડની ખરાબ હાલતના લીધે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂન કામગીરી તરીકે આ રોડની કામગીરી કરવામાં આવે તેવી ચાંચાપર અને ગાંધીનગરના ગ્રામજનોની માંગણી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com