ઝુલતા પુલ દુર્ધટનામાં મૃતકોના મોક્ષાર્થે
સાંસદ મોહનભાઇ કુડરિયા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઇ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ
મોરબીના નાનીવાવડી ખાતે આવેલા કબીર આશ્રમ પાસે આગામી તારીખ 01/10/2023 થી મોરારીબાપુની રામકથાના આયોજન અંતર્ગત સંતો અને રાજકીય આગેવાનો દ્વારા ભૂમિ પૂજન કરી કથાની તૈયારીઓ શરૂ કરાઇ હતી. તેમજ ધ્વજાજીનુ પૂજન અર્ચન કરીને ધ્વજા રોહાણ કરવામાં આવ્યું હતું
મળતી વિગત પ્રમાણે, મોરબી ઝૂલતા પુલ દુર્ધટનામાં મૃતકોના મોક્ષાર્થે મોરબીનાં વાવડી ગામ નજીક કબીર આશ્રમ ખાતે રામકથાકાર મોરારી બાપુના સ્વમુખે આગામી 1 ઓકટોબરથી રામકથા યોજાશે. જેને લઈ સંતો અને રાજકીય આગેવાનો દ્વારા ભૂમિ પૂજન કરી કથાની તૈયારીઓ શરૂ કરાઇ છે. તેમજ સાંસદે સંતો મહંતોને સાલ ઓઢાંડીને સન્માન કર્યું હતું. અને ધ્વજાજીનુ પૂજન અર્ચન કરીને ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. જયારે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને મહંત શિવ રામ દાસ બાપુ દ્વારા મોરબીની તમામ ધર્મ પ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. આ તકે કબીર આશ્રમના મહંત શિવ રામ દાસ બાપુ, મહંત કણીરામ બાપુ, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાધ્વી કનકેશ્વરી દેવી, ટંકારા ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઇ મેરજા સહિત મોરબી જિલ્લાના રાજકીય આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.