- બે શખ્સોએ યુવકને મારમારી અને લારીને આગ ચાંપી, પથારીવસ પીતા દાજી જતા સારવારમાં દમ તોડયો, બે શખ્સો સામે નોંધાતો ગુનો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા એક યુવકને તેના મિત્ર સાથે ફોનમાં કોઈ બોલાચાલી થઇ હોય જે બાબતનો ખાર રાખી યુવકને તેના ઘરે જઈ પ્રથમ બે શખ્સો દ્વારા માર મારતા યુવકની માતાએ વચ્ચે પડી સમજાવી હુમલાખોર શખ્સોને પરત મોકલી દીધા હતા, ત્યારબાદ યુવકની માતા અગાઉ બાઇકમાંથી સ્લીપ થઇ ગયેલ તેના બીજા દીકરાને હોસ્પિટલ રિક્ષામાં લઇ જતા હોય ત્યારે હુમલાખોર શખ્સોએ પોલીસ ફરિયાદ કરવા જવાની શંકાએ યુવકની માતા અને તેના ભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલે જઈને હુમલાખોર શખ્સો તથા તેની સાથેના અન્ય ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા યુવકના ભાઈ સાથે માથાકૂટ કરી ત્યારે આટલાથી પૂરું ન કરી ફરી પાછા હુમલાખોર ચારથી પાંચ શખ્સો યુવકના ઘરે જઈ યુવકના ભાઈની ચપ્પલ ભરેલી લારી સળગાવી ભાગી ગયા હતા.
ઠારવા ગયેલા પ્રૌઢ દાઝી જત મોત નિપજયુંહતુ. આ બનાવમાં પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી-2 રામકૃષ્ણનગર જે-6માં રહેતા ગૌરીબેન મનુભાઈ ખોડાભાઈ ડુંગરા ઉવ.60એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં વેલાભાઈ રાવળ રહે.મોરબી, (2) જયુભા દરબાર રહે.મોડપર, તથા અજાણ્યા બે-ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગૌરીબેનના દીકરા નવઘણ સાથે આરોપી વેલાભાઈ રાવળ તથા આરોપી જયુભાને ફોનમાં કોઈ બાબતે બોલાચાલી થતા જે બાબતનો ખાર રાખી જયુભા તથા વેલાભાઈ રાવળ ફરિયાદી ગૌરીબેનના દીકરા નવઘણને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે ગૌરીબેને વચ્ચે પડી બંને આરોપીને સમજાવી ત્યાંથી રવાના કર્યા હતા. બનાવ બાદ ગૌરીબેન તેના બીજા દીકરા કારૂભાઇ કે જે અગાઉ બાઈકમાં સ્લીપ થઇ ગયા હોય તેને પગમાં ઇજા થઇ હતી તેની સારવાર અર્થે હોસ્પિટલ જતા હોય ત્યારે પોલીસ ફરિયાદની શંકાએ તેઓને રસ્તામાં ફરી વખત બંને આરોપીએ બોલાચાલી કરી સરકારી હોસ્પિટલમાં પીછો કરી આવી ત્યાં માથાકૂટ કરી હતી. ત્યારબાદ આરોપીઓ હોસ્પિટલથી માથાકૂટ કરી ગૌરીબેનના ઘરે આરોપી વેલાભાઈ તથા જયુભા તેમજ તેની સાથેના અજાણ્યા માણસો નવઘણ સાથે માથાકૂટ કરવા ગયા હતા
પરંતુ ઘરે નવઘણ હાજર ન મળતા જેનો ખાર રાખી ઘરની બહાર રાખેલ ગૌરીબેનના દીકરા મહેશની ચપ્પલ ભરેલી લારી સળગાવી ચપ્પલ ભરેલી લારી ને મહેશભાઈના પિતા મનુભાઈ ડુંગરા ઠારવા ગયેલા ત્યારે મનુભાઈ આગની ઝપેટમાં આવી જતા દાઝી જતા પ્રથમ મોરબી અને વધુ સારવાર અર્થે રાજકોટની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જયાં સારવાર દરમિયાન મનુભાઈ નામના 55 વર્ષિય પ્રૌઢનું મોત નિપજયું હતુ. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું હતુ. ત્યારે સમગ્ર બનાવ બાદ ગૌરીબેને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 435, 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.