મોરબી જીલ્લામાં કપાસનું મબલખ ઉત્પાદન થયું છે જોકે કોરોનાને કારણે કપાસની ખરીદી મોડી શરુ થઇ છે વળી સીસીઆઈ કેન્દ્રમાં કપાસ રીજેક્ટ કરાય રહ્યો છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ખેડૂતોએ પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યું છે કોરોના લોકડાઉનને પગલે સોશ્યલ ડીસટન્સના પાલન સાથે ટંકારા તાલુકાના લજાઈ, સજ્જનપર, નસીતપર, રાજાવડ, હડમતીયા સહિતના ગામના ખેડૂતો પોતાના ઘરે બેસીને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી રહયા છે જેમાં ખેડૂતોના તમામ પ્રકારના કપાસ સીસીઆઈ કેન્દ્રમાં ખરીદાય તેવી માંગ ખેડૂત અગ્રણી ગૌતમ વામજાએ કરી છે
મોરબી જીલ્લામાં કપાસના ઉત્પાદન અંગે ભારતીય કિશાન સંઘના પ્રમુખ જીલેશ કાલરીયા જણાવે છે કે મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિ તેમજ મોડા વરસાદને કારણે જીલ્લાના કુલ ઉત્પાદનમાં ૭૦ ટકા કપાસ બી ગ્રેડનો છે અને માત્ર ૧૦ થી ૧૫ ટકા કપાસ જ એ ગ્રેડનો જોવા મળે છે ત્યારે સીસીઆઈ કેન્દ્રમાં જનાર ખેડૂતના કપાસ રીજેક્ટ કરી પરત મોકલાય છે ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ખરીદી મોડી શરુ થઇ છે તેમજ નવા વાવેતરનો સમય થયો છે છતાં કપાસ વેચાયો નથી જેથી નવા વાવેતર માટે ખેડૂતો પાસે નાણા નથી અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે