- મોરબી સબ જેલમાં ચેકીંગ હાથ ધરાયું
- મોરબી સબજેલમાં રહેલા કાચા કામના કેદીના વાયરલ વિડિયોને લઇને પોલીસ એક્શનમાં
- બાબુ કનારા નામના કેદીએ દારૂ, બાઈટિંગ, સિગારેટ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું.
Morbi : સબ જેલમાં રહેલા કાચા કામના કેદીના માધ્યમોમાં ચમકતી રહે છે. તેમજ સબ જેલમાં બંધ ગેંગ રેપના આરોપી કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું. આ ઉપરાંત વધુ એક દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
DYSP અને SOG ટીમ દ્વારા જેલમાં તપાસ શરુ
મોરબીની સબજેલમાં ગેંગ રેપના કેસમાં બંધ કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં કાચા કામનો કેદી દારૂની મહેફિલ માણતો જોવા મળતો હતો. જે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોને પગલે જેલ પ્રસાશનમાં દોડધામ મચી ગઈ હતી. તો DYSP અને SOG સહિતની ટીમો ચેકિંગ માટે સબ જેલ દોડી ગઈ હતી અને હાલ સબ જેલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
અનુસાર માહિતી મુજબ, મોરબી સબજેલમાં રહેલા કાચા કામના કેદીના વાયરલ વિડિયોને લઇને પોલીસ એક્શનમાં આવી હતી. આ દરમિયાન બાબુ કનારા નામના કાચા કામના કેદીએ દારૂ, બાઈટિંગ,સિગારેટ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. આ સાથે જ DYSP,LCB, SOG સહિતની ટીમો મોરબી સબજેલ ખાતે પહોંચી હતી. આ ઉપરાંત મોરબી સબ જેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
અહેવાલ : ઋષિ મહેતા