મોરબીમાં છેલ્લા ઘણા સમયથી શહેરના કોઈ પણ માર્ગ પર જતાં કોઈને કોઈ બુલેટમાં વિસ્ફોટક અવાજ કરતા સાઇલેન્સરો ધરાવતા બુલેટ જોવા મળતા હતા અને પોલીસને પણ આ બાબતે અનેક ફરિયાદો મળી હતી.
જેને પગલે ગઈકાલથી મોરબી એ ડિવિઝન પોલીસ ,બી ડિવિઝન પોલીસ અને એસઓજી દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરીને શહેરમાંથી ૨૫ જેટલાં બુલેટ જપ્ત કરવામાં આવ્યા હતા અને બુલેટમાં ફટાકડા ફોડવાના શોખીન આવારા તત્વોનું સુરસુરીયું કરી નાખ્યું હતું.
જેથી આવા બુલેટ માં મોડિફાઇડ સાઇલેન્સરો ફિટ કરીને લોકોને ત્રાસ આપતા અને સીન જમાવતા તત્વો હાલમાં પોતાના બુલેટ ઘરે મૂકીને બીજા બાઇકમાં નીકળવાનું પસંદ કરી રહ્યા છે અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમા હજુ પણ આ ચેકીંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને આ રીતે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.