મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ હસ્તગત કરી ચોટીલા પોલીસ મથસકમાં જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના ને લઇ જીલ્લામાં ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પો.સ્ટે. કલમ-302,404 મુજબના ખૂનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી વિનોદ ધનાભાઇ ડામોર મોરબીના લાલબાગના ગેઇટ ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા મળેલ બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા એક ઇસમ મળી આવી જેની પૂછપરછ કરતા જે વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોર ઉવ.29 રહે. કુશલપુરા ગામ સરપંચ ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) હોવાનુ જણાવતો હોય જેથી જે બાબતે રેકર્ડથી ખરાઇ કરતા મળી આવતા ચોટીલા પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હાના કામે અટક કરવાનો બાકી હોય જેથી આરોપીને હસ્તગત કરી મોરબી સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનને સોંપી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જાણ કરવા તજવીજ હાથ ધારેલ હતી.