18 ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ, 634 હથીયારો જપ્ત: 264 જેટલા શખ્સોસામે વોરંટની કાર્યવાહી
વિધાનસભા ચૂંટણી પૂર્વે મોરબી પોલીસે જિલ્લાભરમાં 18 ચેકપોસ્ટ શરૂ કરી. વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને પોલીસ દ્વારા મોરબી શહેરમાં નાકાબંધી તેમજ ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મોરબીની અંદર સીપીએમએફની બે કંપનીના 135 કર્મચારીઓ તેનાત કરવામાં આવ્યા છે જેમના દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથક, બી ડિવિઝન પોલીસ મથક, ટંકારા પોલીસ મથક ઉપરાંત મોરબી તાલુકા પોલીસ મથકમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા માટે જિલ્લામાં કુલ 18 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની અંદર એસએસટી ની નવ ટીમ તૈનાત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં આચારસંહિતા બાદ ચાર કેસ કરવામાં આવ્યા છે. નાસતા ફરતા કુલ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં પાસા ના આઠ કેસ કરવામાં આવ્યા છે. તડીપારના આઠ કેશ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચૂંટણીને અનુલક્ષીને 634 જેટલા લાયસન્સ વાળા હથિયારોને જમા કરી લેવામાં આવ્યા છે. દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂના કુલ 80 કેસ કરવામાં આવ્યા છે જેમાં 83 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 264 જેટલા નોનબેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે. ઉપરાંત જરૂર જણાય તે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવશે.