રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં બાળકો ગુમ થવાનું પ્રમાણ વધ્યું
મોરબી : રાજ્યમાં દરરોજ સાત બાળકો ગુમ થઈ રહ્યા છે જે પૈકી ચાર બાળકો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટના હોય છે, સલામત ગણાતા ગુજરાતમાં બાળકો સલામત નથી ! ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો કે છેલ્લા બે વર્ષમાં રાજ્યના જુદા જુદા શહેરોમાંથી કુલ ૪૮૦૧ બાળકો લાપતા બન્યા છે જેમાં સૌથી વધુ બાળકો સુરતના છે.
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં જાહેર કરાયુ હતું કે છેલ્લા બે વર્ષમાં ૪,૮૦૧ બાળકો ગુમ થયા છે, સરેરાશ સાત બાળકો દરરોજ જુદી જુદી રીતે લાપતા બની રહ્યા છે.
રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બરના રોજ પૂરા થતાં બે વર્ષમાં ૪૮૦૧ બાળકો રાજ્યના વિવિધ ભાગોમાં ગુમ થયા છે જે પૈકીના ૧૧૫૦ બાળકો હજુ પણ શોધી શકાયા નથી.
વિધાનસભા ગૃહમાં જણાવાયું હતું કે ૨૦૧૬ માં ૨૩૩૫ બાળકો ગમ થયા હતા અને ૨૦૧૭ માં આ સંખ્યામાં વધારો થવા સાથે ગુમ થનાર બાળકોની સંખ્યા ૨૪૪૬ ને આંકડે પહોંચી છે.
બાળકો ગુમ થવા પ્રકરણમાં સૂરત શહેર મોખરે છે સુરતમાંમાં બે વર્ષમાં ૧૧૧૪ બાળકો ગુમ થયા છે. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં ૮૦૩ બાળકો ગુમ થયા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે મોરબી જિલ્લાની સ્થિતિ સૌથી ખરાબ છે,અહીંથી ગુમ થયેલા બાળકો પૈકી ૬૦ ટકા બાળકો હજુ સુધી શોધી શકવામાં પોલીસને સફળતા મળી નથી, પંચમહાલમાં ગુમ થયેલા બાળકોમાંથી ૫૫ ટકા બાળકો પોલીસ શોધી શકી છે, અમદાવાદ ગ્રામ પોલીસ અંદાજે આવા ૫૦ ટકા કિસ્સાઓમાં બાળકો શોધી કાઢવામાં સફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે મોટાભાગના ગુમ થવાના કિસ્સામાં સગીરા કે છોકરીઓ હોય છે જેને લગ્નના ઇરાદે ભગાડી જવા ના કિસ્સામાં ગુમ થનાર અન્ય રાજ્યમાં સ્થાયી થઇ જતા હોય આવા બાળકોને શોધી શકાતા નથી.
મોરબીમાંથી ગુમ થયેલા ૬૦ ટકા બાળકો મળતા નથી છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાંથી ૪૮૦૧ બાળકો ગુમ