મોરબીમાં હજારોની સંખ્યામાં ફેકટરીઓ આવેલી છે ત્યારે મોરબી સીરામીકનું પણ વિશ્વ સ્તરે મોટું હબ માનવામાં આવે છે જેમાં બહારથી લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરવા આવે છે ત્યારે સામે શ્રમિકો દ્વારા ગંભીર ગુનાઓને પણ અંજામ આપવામાં આવે છે આવા પરપ્રાંતીય શ્રમિકો દ્વારા હત્યા લૂંટ ચોરી બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ આચરી નાસી છૂટે છે ત્યારે મોરબી પોલીસે હવે આવા ગુનેગાર પર ટેકનોલોજી મારફતે સિકંજો કસવાનું શરૂ કરી દીધું છે જેમાં મોરબીના સીરામીક યુનિટમાં કામ કરતા તમામ શ્રમિકોની માહિતી માટે એપ્લિકેશનનું લોન્ચિંગ રેન્જ આઈજીની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં બહારથી આવતા તમામ શ્રમિકોનો ડેટા તેમાં સમાવવામાં આવશે જે શ્રમિકોના પરિવારથી લઈને ગુનાહિત ઇતિહાસની માહિતી સ્ટોરેજ કરશે.મોરબી પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં બહારથી આવતા પરપ્રાંતીય શ્રમિકોની તમામ વિગતો માટે ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેમાં તમામ શ્રમિકોના ડેટા પરિવારની માહિતી તેમજ તેના ઇતિહાસની માહિતી અને હાલ તે ક્યાં કામ કરે છે તેની વિગતો સાથે સ્ટોરેજ કરવામાં આવશે આ એપ્લિકેશનનું નામ મોરબી એશ્યોર્ડ તરીકે રાખવામાં આવ્યું છે જેમાં મોરબીના તમામ સીરામીક યુનિટો દ્વારા માહિતી તેમાં સ્ટોરેજ કરી શ્રમિકોની માહિતી આપવામાં આવશે અને હાલની સ્થિતિ પણ તેમાં દર્શાવવામાં આવશે.

આ એપ્લિકેશન રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંગની હાજરી મોરબી એસપી સુબોધ ઓડેદરા, મોરબી સીરામીક એશો. પ્રમુખો અને આગેવાનોની હાજરીમાં લોન્ચ કરવામાં આવી છે જેમાં મોરબી પોલીસ, રેન્જ આઈજી સહિતનાઓએ તમામ માર્ગદર્શન આપી આ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેમ રેન્જ આઈજી સંદીપ સિંગે જણાવ્યું હતું કે આ એપ્લિકેશનથી મોરબી સીરામીકમાં કામ કરવા આવતા અઢી લાખથી વધુ શ્રમિકોનો ડેટા શોધવામાં આ એપ મદદરૂપ થશે અને પોલીસને પણ ગુનાઓના ભેદ ઉકેલવાથી લઈને અન્ય માહિતી મેળવવામાં આ એપ સાર્થક સાબિત થશે ત્યારે આ એક મોરબી પોલીસ ઉદ્યોગકારો દ્વારા સરાહનીય પગલું છે જે આગામી દિવસોમાં ગુનાઓ બનતા અટકવવામાં મદદ રૂપ સાબિત થશે.

 

કઈ રીતે કામ કરશે આ એપ ?

આ મોરબી એશ્યોર્ડ એપ એ મોબાઈલના પ્લે સ્ટોર અને આઈફોનમાં પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે અને આ માહિતી મોરબી પોલીસ અને મોરબીના તમામ સીરામીક ઉદ્યોગકારો દ્વારા હેન્ડલ કરવામાં આવશે જેમાં તમામ સીરામીક ઉદ્યોગોને તેના ડોમેન આઈડી આપવામાં આવશે જે આ એપમાં ફેર બદલી કરી અને શ્રમિકોની માહિતી અપગ્રેડ કરી શકશે દા.ત. કોઈ શ્રમિક જો ફેક્ટરી બદલે છે તો તે પણ તેમાં એન્ટ્રી કરવામાં આવશે સાથે જ કામ કરવા આવનારો વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ગુનામાં સંડોવણી ધરાવી ચુક્યો છે કે કેમ તો તેનો ગુનાનો પ્રકાર અને માહિતી પણ તેમાં દર્શાવવામાં આવશે ત્યારે થોડા દિવસ પહેલા જ સીરામીક એકમમાં મુથ્થુ રાજા મુવી જોઈને એક પર પ્રાંતિય શ્રમિકે બોમ્બ હોવાની અફવા ફેલાવી તંત્રને ધંધે લગાડ્યું હતું જો કે આવા અનેક ગુનાઓ શ્રમિકો દ્વારા આચરવામાં આવ્યા છે જે હવે પછી આ એપ શરૂ થયા બાદ તેના પર લગામ લાગશે તેવો આશાવાદ રેન્જ આઈજી સંદીપ સિંહ અને મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.