જાગૃત નાગરિકની જિલ્લા કલેકટરને રજુઆત ગામે ગામ આધારકાર્ડ કેન્દ્રો ખોલવાની માંગ
મોરબીના ગ્રામ્ય વિસ્તારના લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગામડે-ગામડે આધારકાર્ડ ના કેન્દ્રો શરૂ કરવાની માંગ સાથે એક જાગૃત નાગરિકે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
સામાજિક રાજુભાઈ દવે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે મોરબીના ગ્રામ્ય વિસ્તારના લોકો આધાર કાર્ડ કઢાવવા માટે છેક મોરબી સુધી ધક્કા ખાઈ છે. જો કે મોરબી તાલુકા સેવા સદનમાં માત્ર ત્રણ કેન્દ્રો છે પરંતુ પૂરતા પ્રમાણમાં કામ થતું નથી. નાના બાળકોને પોતાના ગામડેથી લઈને આવેલી માતાઓને સવારથી સાંજ સુધી આધારકાર્ડની કામગીરી માટે સતત સાતથી આઠ કલાક ખડેપગે રહેવું પડે છે. વિદ્યાર્થીઓને પોતાનું ભણતર બગાડીને પાંચ પાંચ કલાક લાઈનમાં ઉભુ રહેવું પડે છે આધાર કાર્ડ માયે ટોકન સિસ્ટમ હોવા છતાં કાળાબજાર થાય છે તેમજ ઘણા માણસોને પૂરતી સુવિધા મળતી નથી આધારકાર્ડ માટેનો જબરો ઘસારો હોવાથી કીટ ઓછી પડે છે પરિણામે નવા કેન્દ્રો ખોલવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીમાં મહદઅંશે રાહત થાય તેમ છે. મોરબી નગરપાલિકા, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, તેમજ ગામડે-ગામડે આધારકાર્ડ કાઢવામાં આવે તો આધાર કાર્ડ કાઢવાની કામગીરી ઝડપી થશે અને લોકોને પડતી મુશ્કેલી દૂર થશે.