પાલિકા તંત્રની બેદરકારી લોકો માટે બની રમુજનો વિષય
મોરબી નગરપાલિકા તંત્રની સત્તાની સાઠમારીમા છેલ્લા કેટલાક સમયથી વ્યવસ્થા ખાડે ગઇ છે ત્યારે નવ નિયુક્ત હૉદ્દેદારો તેને સુધારવાના પ્રયાસોમા લાગી ગયા છે પરંતુ શહેરમા આજે પણ ઘણા વિસ્તારોમા દિવસે સ્ટ્રીટ લાઈટૉ ચાલુ થાય છે અને રાત્રી ના બંધ થઈ જતા લોકોમા રમુજ જોવા મળી રહી છે .
મોરબી શહેરની ભરવાડ શેરી,મોચી શેરી,મહેન્દ્ર ડ્રાઈવ રોડ,નાની હનુમાન શેરી,દફતરી શેરી,કંસારા શેરી સહીતના વિસ્તારોમા નગરપાલિકા સંચાલીત સ્ટ્રીટ લાઈટો દિવસે ચાલુ રહે છે તો સામે તેને સમયસુચકતા વાપરી રાત્રીના બંધ કરી દેવામા આવે છે ત્યારે એક તરફ થી આ વિસ્તારના રહીશોમા રમુજ જોવા મળે છે તો બીજી બાજુ બુધ્ધીજીવી લોકો આ વાત ને હોનહાર આગાવાનોના બુધ્ધીનુ પ્રદર્શન ગણાવે છે.
નવનિયુક્ત હોદેદારો આ વાતને ધ્યાનમા લેતો શહેરીજનોની રમુજ બનતા અટકી શકે છે આ સાથે જ શહેરમા લાગવગ વાળા વિસ્તારોમા કચરાના વાહનો જાઇ છે તો અમુક જગ્યાએ જે તે વિસ્તારોના આગેવાનોના ઘરપાસે જ આ કચરાના વાહનો ઉભા રહે છે અને રહીશો એકચરો નાખવા દબાણપુવક તેના ઘર પાસે જવુ પડે છે જો પાલિકાતંત્ર આ વાત પણ કચરાના કોન્ટ્રાક્ટરો ને ધ્યાને દોરે તો યોગ્ય રસ્તો નિકળી શકે તેમ છે.