મોરબીમાં દિવ્યજ્યોતિ જી.વી.કે મંડળ દ્વારા આયુર્વેદ તથા હોમિયોપેથીક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું.
આયુષ કચેરી ગાંધીનગર નિયામક તથા જીલ્લા આયુર્વેદ અધિકારીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે મોરબી આયુર્વેદ દવાખાનું, મોરબી જનરલ હોસ્પિ. તથા સરકારી હોમિયોપેથીક મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન સતવારા સમાજની વાડી વાઘપરા ખાતે યોજવામાં આવેલ હતો.
આ કેમ્પમાં ર્ડો. ખ્યાતિબેન ઠકરાર દ્વારા આયુર્વેદી ચિકિત્સા પદ્ધતિ અને તેના ફાયદા તથા પરેજી પાળવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ર્ડો. વિજયભાઈ નાંદેરીયા દ્વારા હોમિયોપેથીક પદ્ધતિ અને તેના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથીકના વિવિધ ચાર્ટની પ્રદર્શની પણ રાખવામાં આવેલ હતી જેથી લોકો આ પદ્ધતિ વિશે માહિતી મેળવી તેનો ઉપયોગ કરતા થાય. આ કેમ્પમાં આયુર્વેદમાં ૭૮ દર્દીઓ, હોમીયોપેથીકમાં ૮૭ દર્દીઓએ એમ કુલ ૧૬૫ દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પને સફળ બનાવવા જશવંતીબેન(પૂર્વ કાઉન્સિલર) શ્રી દિવ્ય જ્યોતિ સંસ્થા બી.ડી ગામી, ફી.વી બાવરવા, સ્થાનિક કાર્યકર્તા તથા સતવારા સમાજ વાડીના પ્રમુખે ખીબ જ જહેમત ઉઠાવી આ કેમ્પમાં લોકોને લાભ અપાવવા મદદ કરવામાં આવી હતી.