ઋષિ મહેતા મોરબી
મોરબીમાં હળવદ તાલુકામાં લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરીને બેઠેલા યુવાનનું ઢળી પડતા મોત નિપજયું હતું. જેમાં આંતર જિલ્લા પંચાયત ટૂર્નામેન્ટની તૈયારી દરમિયાન પ્રેક્ટિસ કરી રહેલા નગર સેવકને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નિપજતા ક્રિકેટ રસિયાઓમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હળવદનાં માંયાપુર ગામના અશોક કંઝારીયાનું લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કર્યા બાદ મોત નીપજ્યું છે. મોરબીના લજાઈ ગામ પાસે ગત રાત્રીના ક્રિકેટ રમવા આવ્યા હતા. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી ૨૬ થી ૩૧ માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતાનાં સ્મરણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ક્રિકેટ પ્રેક્ટિસ દરમ્યાન યુવક અશોક કંઝારિયાનું મોત નીપજ્યું છે.
દર વર્ષે યોજાતી ૩૧મી સ્વ બળવંત મહેતા ટોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી ૨૬મી માર્ચે રાજકોટ મુકામે કરવામાં આવ્યું હતુ. જે અનુસંધાને મોરબી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ મોરબી પાસે આવેલી લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન હળવદ તાલુકાના યુવા ક્રિકેટર પ્રેક્ટિસ દરમિયાન અચાનક વોમિટ અને છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અશોકભાઈ કણજારીયાને ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવાર અને ક્રિકેટ રસિયાઓમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતક અશોકભાઈ કણઝરીયા હળવદ તાલુકાના સેજામાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા તેમના પરિવાર અને હળવદ ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજુ વ્યાપી જવા પામ્યું હતું. હળવદ ક્રિકેટ જગતમાં અશોકભાઈ સારા પ્લેયર હતા. સારા ક્રિકેટરની કાયમી ધોરણે હળવદને ખોટ પડી છે. આ સાથે સાથે મોરબી જિલ્લા પંચાયતની ટીમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક અશોકભાઈ કણઝારિયા રેગ્યુલર ક્રિકેટ મેચ રમતા હતા. તેમ છતાં તેમનું હાર્ટ એટેકથી મોત નિપજતા ચકચારી મચી ગઈ છે.
તો બીજી તરફ કરુણ બનાવના પગલે ગુજરાત સરકારના પંચાયત ગૃહગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી ૨૬થી ૩૧ માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતાનાં સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રદ કરીને ૧૫ એપ્રિલનાં રોજ રાખવામાં આવી છે. આ સાથે જ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ જ ક્રિકેટમાં ઉતારવા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.