મધર ટેરેસા હોમના અનાથ બાળકોને દિવસ દરમિયાન નાસ્તો, ભોજન સાથે જરૂરી ચીજ વસ્તુઓની કીટ અપાઈ
મોરબીની ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા મધર ટેરેસા હોમના અનાથ બાળકો માટે વન ડે હેલ્પ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કલબ દ્વારા અનાથ બાળકોને દિવસ દરમીયાન ભોજન , નાસ્તો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
સમાજ સેવામાં હમેશા અગ્રેસર રહેતી ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા મધર ટેરેસા હોમમાં વન ડે હેલ્પ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અનાથ બાળકોને સવારે બોર્નવિટા વાળુ દૂધ, ખમણ ભાજી, બપોરે ભોજન બાદમાં ફ્રુટ વિતરણ, સાંજે ભોજન તેમજ બોર્નવિટા વાળુ દૂધ તેમજ રાત્રે ડેરી મિલ્કની ચોકલેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગરમીમાં બાળકોને રાહત રહે તે હેતુ થી જોન્શન બેબી પાવડર, બેબી શોપ, શેમ્પુ, તેલ, વોસિંગ પાવડર તેમજ કરિયાણાની ચીજ વસ્તુઓ સાથે અન્ય સમગ્રીઓની કીટ સ્વ.નરેન્દ્રસિંહ તખુભા રાઠોડની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્ર જયદીપસિંહ રાઠોડના સૌજન્યથી બાળકોને અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ રમણભાઈ મહેતા, ઘનશ્યામભાઈ અઘારા, સેક્રેટરી ભાવેશભાઈ દોશી અને અશોકભાઈ જોશી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com