• આશરે 9 હજાર મણ જેટલો કપાસ યાર્ડમાં આવ્યો
  • 1450થી લઈને 1500  રૂપિયા પ્રતિમણનો ભાવ બોલાયો
  • મગફળીની આવક 3000 મણ જેટલી થઈ

મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેકેશન ગઈકાલે પૂર્ણ થતાં આજે લાભ પાંચમના દિવસે ફરીથી યાર્ડ ધમધમતુ થયું છે.અને નવા વર્ષમાં સારા ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતો પોતાની જણસ લઇને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે આવ્યા હતા. ખુલતી બજારમાં આશરે 9 હજાર મણ જેટલો કપાસ યાર્ડમાં આવ્યો હતો.જેનો 1450થી લઈને 1500  રૂપિયા પ્રતિમણનો ભાવ બોલાયો હતો.તેમજ મગફળીની આવક 3000 મણ જેટલી થઈ હતી.જેનો ભાવ 900 થી 1200 રૂપિયા મણ સુધી બોલાયો હતો.આ ઉપરાંત ઘઉં,ચણા,એરંડા,કઠોળ જેવી પરચુરણ આવક પણ થઈ છે.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, દિવાળીનો પર્વ વીતી ગયો છે ત્યારે દિવાળીમાં દરેક જગ્યાએ રજાઓનો માહોલ હોય છે જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું કે વેકેશન ગઈકાલે પૂર્ણ થતાં આજે લાભ પાંચમના દિવસે ફરીથી યાર્ડ ધમધમતુ થયું છે અને નવા વર્ષમાં સારા ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતો પોતાની જણસ લઇને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે આવ્યા હતા.

તેમજ લાભપાંચમના દિવસે યાર્ડ ધમધમતું થયાની સાથે જ ખેડૂતો મગફળી અને કપાસના પાક લઇને આવ્યા હતા અને લાભ પાંચમના સરા મુહૂર્તમાં તેઓને સારો ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતોએ આજે  અને લાભ થાય તેવી આશા સાથે વેકેશન પછીના ખુલતી બજારમાં આશરે 9 હજાર મણ જેટલો કપાસ યાર્ડમાં આવ્યો હતો જેનો 1450 થી લઈને 1500 રૂપિયા પ્રતિમણ નો ભાવ બોલાયો હતો તેમજ મગફળી ની આવક 3000 મણ જેટલી થઈ હતી જેનો ભાવ જેનો ભાવ 900 થી 1200 રૂપિયા મણ સુધી બોલાયો હતો આ ઉપરાંત ઘઉં,ચણા,એરંડા,કઠોળ જેવી પરચુરણ આવક પણ થઈ છે.

આ સાથે જ આ વર્ષે કમોસમી માવઠા ને કારણે ખેડૂતો ને મોટો માર પડ્યો છે ત્યારે ખેડૂતોને મળતા કપાસના ભાવ ઓછા છે અને ખેડૂતોને 1800 થી 2000 રૂપિયા પ્રતિમણ કપાસના ભાવ મળવા જોઈએ તો ખેડૂત ને થોડો ફાયદો થાય તેવું ખેડૂત જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.