Morbi: Nine arrested for jogging during night curfew
અબતક,ઋષી મહેતા, મોરબી
કોરોનાના વધતા સંક્રમણને પગલે નાઈટ કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે અને રાત્રીના સમયગાળા દરમિયાન કારણ વગર ઘરની બહાર ન નીકળવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે. આ નાઈટ કરફ્યુની અમલવારી માટે પોલીસ પણ કડકડતી ઠંડીમાં યશસ્વી ફરજ બજાવી રહી છે છતાં પણ અમુક સમાજ વિરોધી તત્વો સમજવાનું નામ જ નથી લેતા અને પોલીસની મહેનત પર પાણી ઢોળ કરી રહ્યા છે ત્યારે સરકારી ગાઈડલાઈન અને નાઈટ કરફ્યુનો ભંગ કરનાર વધુ શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.જેમાં રાત્રી દરમિયાન કારણ વગર આંટાફેરા કરવા નીકળેલ સાગર સુનિલભાઈ વઢારાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબીના વિશીપરા મેઈન રોડ પરથી ઝડપી લીધો હતો જ્યારે વિદ્યુતનગર ઢાળ નજીકથી અશોક શાંતિલાલ ભટ્ટીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી અમીર હુસેન સુમરા, સલીમ બેચુભાઈ સિદીકી અને નગર દરવાજા નજીકથી રજનીકાંત ગજ્જરને પોલીસે ઝડપી લીધા હતા. વધુમાં મોરબી વીસી ફાટક નજીકથી અલીખાન ઉસ્માનખાન પઠાણ અને રાજનગરના નાકા પાસેથી જીજ્ઞેશ શંકરભાઈ કેલા અને મનોજ હસમુખભાઈ મણીપરાને પોલીસે ઝડપી લીધા હતા તથા માળીયા મિયાણા તાલુકાના વાગડીયા જાપા પાસેથી માસ્ક પહેર્યા વિના નીકળેલ મહેશ અદગામાને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.