૧૨.૧૮ મિનિટે ડેપો મેનેજરના કોલ બાદ એસઓજી, એલસીબી,બૉમ્બ ડીસ્પોઝેબલ સ્ક્વોડ સહિતનો કાફલો દોડ્યો : મોકડ્રિલ
આજે મોરબીના નવા બસસ્ટેન્ડમાં પડેલી મોરબી છોટા ઉદેપુર રૂટની બસમાં બૉમ્બ મુકાયો હોવાના નનામાં ફોન બાદ પોલીસ, ફાયર સહિતનો કાફલો નવા બસસ્ટેન્ડ ઘસી જઇ બૉમ્બ ડિસ્ફ્યુઝ કરવા પહોંચતા અફડા તફડીના માહોલ વચ્ચે મોકડ્રિલ હોવાનું જાહેર થતા મુસાફરોએ અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે ૧૨.૧૮ મિનિટે મોરબી એસટી ડેપો મેનેજર કરમટાને કોલ આવ્યો હતો કે મોરબી છોટાઉદેપુર રૂટની બસમાં બૉમ્બ મુકાયો છે જેને પગલે તુરત જ પોલીસ કંટ્રોલ ને જાણ કરાતા પળવારમાં જ એસઓજી, એલસીબી, બૉમ્બ ડીસ્પોઝેબલ સ્ક્વોડ, ફાયર સહિતનો કાફલો નવા બસસ્ટેન્ડ દોડી ગયો હતો,
બાદમાં આ બસને ઘેરી લઈ ઉપર નીચે બધી જ જગ્યા એ તપાસ કરી હતી અને એક સીટ નીચેથી બૉમ્બ મળી આવતા બોમ્બને સલામત રીતે ડિફ્યુઝ કરાયો હતો.
જો કે આ એક મોકદ્રીલ હોવાનું અંતે જાહેર થતા પોલીસ ફાયર અને એસટી વિભાગે રાહત અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે બપોરના સમયે નવા બસસ્ટેન્ડમાં મુસાફરોની સાથે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હોય ઘડીભર તો ભયનો માહોલ છવાયો હતો પરંતુ મોકડ્રિલ જાહેર થતા લોકોમાં હાશકારો થયો હતો.