નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા ‘રમઝટ’ નવયુગ નવરાત્રિ નું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ, રામોજી ફાર્મ ના ગ્રાઉન્ડમાં તા.30-09-2022 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા ભૂલાકાઓથી લઇને મોટા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ટ્રેડીશનલ ડ્રેસિસ સાથે સંગીતના સૂરે તાલ મિલાવી મન મૂકીને ગરબે રમી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

WhatsApp Image 2022 10 01 at 15.49.51

નવરાત્રિ ઉજવણીમાં નિર્ણાયક જજ તરીકે કૌશિકાબેન રાવલ, ફેનાબેન પટેલ અને મનીષભાઈ ભોજાણી ઉપસ્થિત રહયા હતા. નવયુગ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધો હતો તેને પ્રોત્સાહન ઇનામોની વણઝાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ એકસન જેવા ગૃપ પ્રમાણે કે.જી થી 2, 3 થી 5, 6 થી 8, 9 થી 12 ગર્લ્સ/બોયઝના મેગા એવોર્ડ્સ જાહેર કરી વિવિધ ઇનામો સાથે નવાજવામાં આવ્યા હતા.

WhatsApp Image 2022 10 01 at 15.49.52

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા સાહેબ, રંજનબેન કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી બળદેવભાઇ સરસાવાડીયા ખાસ ઉપસ્થિત રહયા હતા

 

WhatsApp Image 2022 10 01 at 15.49.50

નવયુગના જ ધોરણ-12 કોર્મસના વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી,સમોસા સ્ટોલ,આઇસ્ક્રીમ,ચા,કોફી,સેન્ડવીચ,ઘુઘરા,ભુંગરા બટેટા ઠંડાપીણા અને વેફર્સના સ્ટોલ બનાવી પોતાની પ્રતિભા ને વિકસીત કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયનો ઓફીસસ્ટાફ તથા સમગ્ર સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.