એક સપ્તાહ પૂર્વે બે બાળકીનું અપહરણ કરી રાજકોટના શખ્સને દબોચી લીધો
મોરબી તાલુકા પોલીસે બંને બાળકીઓને હેમખેમ શોધી પરિજનો સાથે મુલાકાત કરાવી આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ગત તા.12 જુલાઈ ના રોજ મૂળ રાજકોટ રહેતા શ્રમિક પરિવારની બે બાળકીઓ ગુમ થઈ હતી જેમાં મોરબી તાલુકા પોલીસે પરિજનો સાથે બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી બાદમાં એક બાળકી જેની ઉંમર 08 વર્ષ જ્યારે બીજી બાળકીની ઉંમર 13 વર્ષ છે જેમાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા ની ટીમને બંને બાળકીઓને રજાક ઈશાભાઇ મુસાની ઉવ 19 નામનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું ખુલતા પોલીસે અપહરણની કલમ અને પોકસો એક્ટ સહિતની ભારે કલમો હેઠળ તપાસ આદરી બંને બાળકીઓને હેમખેમ શોધી કાઢી હતી અને આરોપી રજાક ઇષાભાઈ મુસાની ની પણ ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.