પાલિકાના તમામ વહિવટની સત્તા ચીફ ઓફીસર એન.કે. મુછાળને સોંપાય: ભાજપના તમામ બાવન સભ્યોને ઘર ભેગા કરી દેવાયા: હવે મઘ્યસત્ર ચૂંટણી આવશે

મોરબી નગરપાલિકાની જીવલેણ અને ગુનાહિત બેદરકારીના કારણે ભૂલતો પુલ તુટવાની દુર્ધટનામાં 13પ નિર્દોષ વ્યકિતઓના જીવ ગયા છે. આ ઘટનાના 163 દિવસ બાદ રાજય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવામાં આવી છે. ચૂંટાયેલા તમામ પર સભ્યોને ઘેર ભેગા કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મોરબી પાલિકાની ચુંટણી માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા અંગે સત્તવાર ઓર્ડર કરી દેવામાં આવ્યો છે અને હવે મોરબી પાલિકાની બોડીનું વિસર્જન થઈ ગયું છે અને તમામ સત્તા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અધિક કલેકટર એન.કે.મૂછાળા પાસે રહેશે.

જેમાં કુલ 52 સભ્યોમાંથી 42 સભ્યો દ્વારા સુપર સિડ જેવા પગલાં લેવાના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. ત્યારે દેશભરમાં ચકચાર મચાવનાર ઝૂલતા પુલની દૂર્ઘટના બાદ એક તરફ લોકો ઓરેવા ગ્રુપ પર રોષે ભરાયા હતા. તો બીજી તરફ પાલિકા દ્વારા પણ ગંભીર બેદરકારી દાખવી હોવાથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી હતી. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે પાલિકામાં તાત્કાલિક બોર્ડ બોલવીને પાલિકાને સુપરસીડ કરવાને લઇ પાલિકાનો ફાઇનલ જવાબ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે.

ઝૂલતા પુલ દુર્ઘટના મામલે નામદાર હાઇકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે દુર્ઘટનાના છ મહિનાથી વધુ સમયગાળા બાદ ભાજપ શાસિત નગરપાલિકાને સુપરસીડ કરવા નિર્ણય કરી અધિક નિવાસી કલેકટરને વહીવટદાર તરીકે નિમણૂક આપી દીધી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના 30 ઓકટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી માત્ર અઢી પનાના કરાર ઉપર અજંતા ઓરેવા કંપનીને આખેઆખો ઝૂલતો પુલ સોંપી આપનાર નગર પાલિકાને જવાબદાર ઠેરવી પાલિકાને સુપરસીડ કરવા સરકારને નિર્દેશ આપ્યા હતા.

બીજી તરફ મોરબી નગરપાલિકાની શાસન ધૂરા ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા નગરસેવકો પાસે હોય નગરપાલિકા સુપરસીડ ન થાય તે માટે સરકારમાં રજૂઆતની સાથે નામદાર હાઇકોર્ટમાં પણ ગુહાર લગાવી હતી. જો કે, આજે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે પાલિકાને સુપરસીડ કરતો હુકમ કરી વહીવટદાર તરીકે અધિક નિવાસી કલેકટરને ફરજ સોંપી હોવાનું જાણવા મળે છે.આગામી દિવસોમાં હવે મોરબી નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.