લોકોની સમસ્યા હલ થવાને બદલે વધી: મુખ્યમંત્રીએ જે રોડ બનાવવા આદેશ કર્યો, તેના બદલે તંત્રએ બીજી દિશાના રોડનું કામ શરુ કરી દીધું
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં બહુજન ઉપયોગી રોડ બનાવવા ગુજરાતના મુખ્યમંત્રીને લેખીત રજુઆત આ વિસ્તારના લોકોએ કરી હતી અને લોકોની રજુઆતને ઘ્યાને લઇ મુખ્યમંત્રીના કાર્યાલયથી આદેશ છુટયો હતો કે લતાવાસીઓની રજુઆતને ઘ્યાને લઇ તત્કાળ રોડ બનાવીને તેનો રીપોર્ટ કરવો અને આ આદેશ છુટયા પછી મોરબી નગરપાલીકાએ એક ટેન્ડર પ્રસિઘ્ધ કર્યુ હતું. અને તે પણ એકલા ગાયત્રીનગર મેઇન રોડનું તેનું ટેન્ડર ખુલ્યુ અનેલગત એજન્સીએ રોડનું કામ શ‚ કર્યુ લોકોની રજુઆત મુજબના રોડનું ખોદકામ થતાં લોકોમાં રાહતની લાગણી અનુભવી હતી પરંતુ આ રોડ ખોદી નાખવા પછી ગાયત્રીનગરમાં આવેલ આડો રોડ બનાવવાનું કાર્ય થતાં લોકોની હેરાનગતિ ઘટવાનાં બદલે વધી છે અને મુખ્યમંત્રી કાર્યાલયથી આવેલા આદેશનો ભંગ થાય છે તેવી રજુઆત જન અધિકારી જાગૃતિ ગ્રુપે કરી છે.બનતો રોડ
જે રોડનું કામ થઇ રહ્યું છે તે મુખ્યમંત્રીના કાર્યાલયથી આવેલ આદેશ મુજબનો રોડ નથી થઇ રહયો. રજુઆત મુજબનો રોડ કર્યો છે ? તેની તપાસ કરવામાં આવે અને રોડ મંજુર થયો જ ન હોય તો ખોદી કેમ નાખવામાં આવ્યો ? તેની તપાસ કરવામાં આવે અને રોડ નહી બનતા આગામી ચોમાસામાં લોકોની શું હાલાકી થશે ? તેની તપાસ કરવામાં આવે તેવી લેખીત માંગણી જન અધિકારી જાગૃતિ ગ્રુપે કરી છે અને મુખ્યમંત્રીના કાર્યાલયનું ઘ્યાન દોરવામાં આવ્યું છે.