મંજૂરી વગર ઉભા કારાયેલા હોર્ડિંગ્સ હટાવી લેવાની ચેતવણી ન ગણકારનાર આસમીઓ સામે લાલ આંખ
મોરબી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા જાહેરાતનાં હોર્ડિંગ અને બેનરો હટાવી લેવા નોટીસ ફટકારવા છતાં એજન્સીઓ દ્વારા આવા હોર્ડિંગ્સ ન હતાવતા અંતે ગઈકાલે પાલિકા દ્વારા આવા હોર્ડિંગ્સનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંજારીયા અને ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાની સુચનાથી પાલિકાના સ્ટાફે મોરબીમાં ગેરકાયદેસર રીતે લગાવેલા જાહેરાતનાં હોર્ડિંગ અને બેનર્સ ઉતારવાની કામગીરી ગૈકાળથી શરુ કરી દીધી છે.
વધુમાં પાલિકા દ્વારા મંજૂરી વગર ઉભા કરવામાં આવેલા કુલ ૩૫ જેટલા હોર્ડિંગ ઉતારી લેવા નોટિસ ફટકારી ત્રણ દિવસ ની મહેતાલ આપવામાં આવી હતી પરન્તુ નોટિસ ની કોઈ અસર ન થતા અંતે પાલિકા સ્ટાફ દ્વારા બુલડોઝર લઇ હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર હટાવવા નું શરુ કરી ૮ જેટલા હોર્ડિગ્સ ઉતારી નાખવામાં
આવ્યા હતા.આ અંગે નગરપાલિકા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાએ જણાવ્યું હતું કે, બેનર્સ ઉતારવાની કાર્યવાહી ચાલુ રહેશે. નોટીસ આપવા છતાં જેમને ગેરકાયદેસર હોર્ડિગ્સ ઉતાર્યા નથી તેમના હોર્ડિગ્સને ઉતારી લઇ દંડ પણ વસુલ કરવામાં આવશે.