ચીફ ઓફિસર રાવલ આવ્યા અને બાદમાં રાજીનામું: કાયમી ચીફ ઓફિસરની ખોટ યથાવત
ઓદ્યોગિક રીતે સંપન્ન મોરબી શહેરના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે અને વિશ્વને સર કરનાર ઉદ્યોગ સાહસિકોની નગરી મોરબીમાં ગંદકી, પાયાના પ્રશ્નો જેમના તેમ પડ્યા છે મોરબીને કાયમી ચીફ ઓફિસર મળે તેવી આશા ફરીથી ધૂંધળી બની છે અને નગરપાલિકાનો ચાર્જ ફરીથી હળવદના ચીફ ઓફિસરને સોપવામાં આવ્યો છે
મોરબી શહેરને કાયમી ચીફ ઓફિસર મળે તે માટે લાગલગાટ રજુઆતોનો દોર ચાલ્યો હતો અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પી પી રાવલને મુકાયા હતા જોકે રાવલ સાહેબ હાજર થયાના બીજા જ દિવસથી ૧૨ દિવસના મીની વેકેશન પર ઉપડી ગયા હતા જોકે ચીફ ઓફિસર પી પી રાવલે મીની વેકેશન દરમિયાન તા. ૧૮-૦૩ ના રોજ રાજીનામું મૂકી દીધું હતું પી પી રાવલ ૧૧ માસના કોન્ટ્રાકટ પર હોય જેને રાજીનામું આપી દીધું હતું જોકે નિયમ મુજબ એક માસનો સમય તેને આપવાનો હોય અને તા. ૧૮-૦૪ સુધીની રજા પર છે અને ત્યારબાદ તે છુટા થઇ જશે જેને પગલે ફરીથી મોરબી નગરપાલિકાનો વધારાનો હવાલો હળવદ ચીફ ઓફિસર સાગર રાડિયાને સોપવામાં આવ્યો છે અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે સાગર રાડિયા જ મોરબી પાલિકાનો વહીવટ સંભાળશે
મોરબીને ચીફ ઓફિસરનો મળશે નહીવત લાભ ?
હાલ લોકસભા ચુંટણીના નગારા વાગી રહ્યા છે અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને મોરબીનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જોકે સાગર રાડિયા મોરબીમાં નહીવત હાજરી આપી સકે તેવું લાગી રહ્યું છે કારણકે સુરેન્દ્રનગર લોકસભા ચુંટણી કામગીરી ઉપરાંત હળવદ પેટા ચુંટણી પણ યોજાનાર હોય જેથી હળવદના ચીફ ઓફિસર પાસે ચુંટણી કામગીરીનો બોજ વધી જશે અને મોરબીમાં સાવ ઓછી હાજરી આપી સકે તે બનવાજોગ છે