સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ૯૦ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાશે
વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકાર આવતીકાલે તા. ૨૬ને શનિવારે ૪ વર્ષ પૂર્ણ કરી ૫માં વર્ષમાં પ્રવેશ કરશે તે નિમિતે મોરબીમાં પ્રધાનમંત્રી દિવ્યાંગ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ૯૦ દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવશે.
તા. ૨૬-૦૫-૨૦૧૮નાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર ચાર વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ અવસર પર કચ્છ-મોરબી વિસ્તારના લોકપ્રિય જાગૃત સાંસદ સદસ્ય વિનોદભાઈ ચાવડાના વરદહસ્તે પ્રધાનમંત્રી દિવ્યાંગ મેલા અંતર્ગત મોરબી વિસ્તારનાં આશરે ૯૦ જેટલા દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ આવતીકાલે તા.૨૬ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વિકાસ વિદ્યાલય, વૃદ્ધાશ્રમની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨ મુકામે યોજાશે
ભાજપના મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ, પ્રતિનિધીઓને આ કાર્યક્રમમાં પધારવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાકલ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com