- તાલુકા પોલીસ મથક PI,PSI સહિત 30થી વધુ પોલીસ જવાનોએ કર્યું હતું સર્ચ ઓપરેશન
- બાળકીને પરિવારને સોંપવા માટે તજવીજ હાથ ધરાઈ
મોરબીમાંથી પાંચ વર્ષની જિયાંશી નામની બાળકી ગઈકાલે બપોરે જેતપર ગામેથી ગુમ થઈ હતી. ત્યારબાદ ગુમ થયેલ બાળકી 20 કલાક પછી હેમખેમ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, ગુમ થયેલ બાળકી તેની આશરે ચારેક કિલોમીટર દૂર વાડી વિસ્તારમાંથી મળી આવી હતી. આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથક PI,PSI સહિત ૩૦થી વધુ પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન કર્યું હતું. તેમજ બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત બાળકીને પરિવારને સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના જેતપર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીજીવીસીએલ કચેરીથી ભરવાડ સમાજની વાડી સુધીના વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સે 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. હળવદમાં રહેતા બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની 4 વર્ષની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. બાળકીને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PI એસ.કે. ચારેલના નેતૃત્વમાં આ કેસની તપાસ ચાલી રહી છે. આરોપીને પકડવા માટે પોલીસે વિશેષ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. જેથી અથાગ મહેનત બાદ બાળકી હેમખેમ મળી આવી હતી.
બાળકીના પિતા મુન્નાભાઈ ગોલતર પોતાના પરિવાર સાથે પ્રસંગમાં આવ્યા હતા. બાળકી નજીકની દુકાનેથી નાસ્તો લેવા ગઈ હતી. તે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. એક કલાક સુધી શોધ છતાં બાળકી ન મળતા પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ આજે સવારે 10 વાગ્યે સાપર ગામના એક ખેડૂતને સીમ વિસ્તારમાં તળાવના કાંઠે બાળકી બેઠેલી જોવા મળતા તેણે તરત જ ગામના આગેવાનો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પાર જઈને બાળકીને લઈને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બાળકીનું અપહરણ થયું નથી. તે પોતાની જાતે જ ત્યાં સુધી પહોંચી ગઈ હતી. પ્રસંગના સ્થળ અને જ્યાંથી બાળકી મળી આવી તે બંને સ્થળો વચ્ચેનું અંતર ઘણું વધારે છે. બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PI એસ.કે. ચારેલ અને તેમની ટીમ તપાસ કરી રહી છે.
અહેવાલ: ઋષિ મહેતા