પ્રજાએ જાહેરમાં ધોકાવી મુંડન કર્યાનો વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ

મોરબીમાં સરાજાહેર છેડતી અને દુષ્કર્મની વધી રહેલી ઘટનાઓથી લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. થોડા દિવસો પહેલા જ ક્લાસિસ અને કોલેજ પાસે પડ્યા રહેતા અવરતત્વો સામે કાર્યવાહી કરવામાં એવી હતી. ત્યારે ફરી એકવાર મોરબીમાં યુવતીની પજવણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે દિવસ પહેલા મોરબી અડોઅડ આવેલા એક ગામે પ્રસંગમાં આવેલી યુવતીઓની પજવણી કરતા બે રોમિયોને ગ્રામજનોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ગ્રામજનોએ આ બન્ને રોમિયોને પકડીને સરાજાહેર ધોલાઈ કરીને બન્નેનું મુંડન કરી નાખ્યું હતું. ગ્રામજનોએ બન્ને રોમિયોને સબક શીખવાડી કાયમના માટે તેમના મનમાંથી રોમીયીગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સોશિયલ મીડિયા પર મોરબી પાસેના આવેલા એક ગામનો વિડિયો વાયરલ થયો હતો. જેમાં રોમિયોગીરી કરતા બે શખ્સોને જાહેરમાં મેથીપાક ચખાડી મુંડન કર્યાનું જાણવા મળ્યું હતું.મોરબી નજીક આવેલા એક ગામે એક પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગમાં હાજરી આપવા બહારગામથી યુવતીઓ આવી હતી. ત્યારે પ્રસંગમાં બે યુવાનો મહેમાન બનીને આવ્યા હોય પણ એમની હરક્ત ગ્રામજનોએ અશોભનીય લાગી હતી. આ બન્ને લંપટ યુવાનો પ્રસંગમાં આવેલી યુવતીઓનો પીછો કરી ઈશારા કરતા હોવાનું ધ્યાને આવતા ગ્રામજનોએ આ બન્ને યુવાનો ઉપર વોચ રાખી હતી.

એ દરમિયાન પણ આ બન્ને યુવાનો રોમીયીગીરી ઉપર ઉતરી આવીને યુવતીઓને ઈશારા કરીને પજવણી કરતા હોવાનું ધ્યાને આવતા તુરંત જ ગ્રામજનોએ બન્નેને પકડી લીધા હતા અને બન્ને યુવાનોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તેમજ ભવિષ્યમાં કોઈ દીકરીના ચેનચાળા ન કરે તે માટે સબક શીખવાડવા માટે ગ્રામજનોએ બન્ને યુવાનોના જાહેરમાં મુંડન કરી નાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.