જૂના ઝઘડાનું સમાધાન કરવા બંને પક્ષો મંદિરે ભેગા થયાને પાછા બાખડયા : બેને ઈજા પહોંચતા સારવાર ખસેડાયા
મોરબીમાં બે પક્ષો જુના ઝઘડા નું સમાધાન કરવા માતાજીના મંદિરે ભેગા થયા હતા જ્યાં એકબીજા એ માતાજીના સમ ખાય હવે ઝઘડો નહીં કરવાનો જણાવ્યું ત્યાં જ ફરી મામલો બિચકતા બંને પક્ષો વચ્ચે ફરી બોલચરી થતા મારામારી થઈ હતી જેમાં બે યુવાનને છરી વાગી જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ યુવાનની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં વાવડી રોડ પર આવેલા ગણેશનગરમાં રહેતા પીન્ટુ નાગજીભાઈ વીકાણી (ઉ.વ.25) અને જીતેશ ઉર્ફે ચેગો કાંતિભાઈ કાંજીયા (ઉ.વ.20) મોરબી રેલ્વે સ્ટેશન આવાસ યોજનાના ક્વાર્ટર પાસે આવેલા ધકાવાળી મેલડી માતાજીના મંદિરે હતા ત્યારે ભદુ ઉર્ફે અર્જુન, પયારૂ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત યુવાન અને હુમલાખોર વચ્ચે સાત દિવસ પહેલાં નજીવા પ્રશ્ન ઝઘડો થયો હતો અને જે ઝઘડાનું સમાધાન થઈ ગયા બાદ ધકાવાળી મેલડી માતાજીના મંદિરે બંને પક્ષના સભ્યો સમ ખાવા માટે ભેગા થયા હતા ત્યારે બોલાચાલી હતા હુમલાખોરોએ બંને યુવાનો ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે રેલવે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.