મોરબી ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર દરબારગઢ ચોક સંઘવી શેરીમાં વાડામાં(ખંઢેર મકાન)લાકડા કચરામાં આગ લાગાવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા પણ ત્યાં સાંકડી શેરી હોવાને કારણે મીની ફાયર ટેન્કર પણ ત્યાં ના પહોંચી શકે તેવી હાલત હતી. જેથી ફાયર વિભાગ દ્વારા એક ક્ષણનો વિલંબ કર્યા વિના આજુબાજુના લોકોની મદદથી બાજુના ઘરમાંથી પાણીની ટાંકી અને નાની મોટર દ્વારા પાણીનો છટકાવ કરેલ અને પાણીની ડોલથી પાણીનો છંટકાવ કરી મહા મહેનતે આગ પર કાબુ મેળવેલ અને આજુબાજુના ઘરને નુકસાન થતું અટકાવેલ.
સંઘવી શેરીમાં રહેતા જાગૃત નાગરિક સાગરભાઈએ ખંઢેર મકાનમાં કુતરી અને તેના નાના 04 બચ્ચાનું ફાયર વિભાગના જવાનો પહોંચે તે પહેલા તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ હતા. તેમાંથી 01 બચ્ચું દાઝી જતા ઘટના સ્થળે મુત્યું પામ્યું અને જયારે 02 બચ્ચાં દાઝી ગયેલ તેને ફાયરમેન જયેશ ડાકી દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રનો કોન્ટેક કરી ત્યાં ટીમને ટ્રાફિકના કારણે આવવામાં વાર લાગે એટલે જયેશ ડાકી ફાયર બુલેટમાં લઈ જઈ નવાબસ સ્ટેન્ડ જીઆઇડીસી નાકાપર સામે મળેલ કર્તવ્ય જીવદયા ટીમની સાથે રહી બનતી ફર્સ્ટએડ સારવાર કરી કર્તવ્ય જીવદયા ટીમને સોંપી આપેલ હતા.