મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે રાજકોટ શહેરમાં હોન્ડા ચોરીને અંજામ આપનાર વાંકાનેરના ધમલપરના શખ્સને ઉઠાવી લઈ પૂછપરછ કરતા ત્રણ હોન્ડાચોરીનો ભેદ ખુલવા પામ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ વાહનચોરીના ભેદ ઉકેલવા સૂચના અપાતા એલસીબી ટીમના ચંદુભાઈ કણોતરાએ બાતમીને આધારે વાંકાનેરના ધમલપર ગામના રમેશ વાઘજીભાઈ બાવરવાને ઝડપી લીધો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપી રમેશે રાજકોટ સિવિલ હોસ્પિટલ નજીકથી ત્રણ હોન્ડા મોટર સાયકલ ચોર્યા હોવાની કબૂલાત આપી ત્રણેય વાહનો કાઢી આપતા એલસીબીએ ૬૫,૦૦૦ ની કિંમતના વાહનો કબ્જે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત એલસીબી ટીમ દ્વારા રાજકોટ પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાંથી હોન્ડા ચોરનાર આરોપી કાનાભાઈ રામભાઈ પરમાર રે. મૂળ ફલા, જામનગર હાલ મોરબી શક્તિ ચેમ્બર સામે વીર વચ્છરાજ હોટલવાળાને એક મોટર સાયકલ કિંમત રૂપિયા ૧૫૦૦૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.