આમરણના ફડસરથી દારૂનો જથ્થો મેળવ્યાની કબુલાત:રૂ૩ લાખનો મુદામાલ જપ્ત

જગપાલસિંહ રાઠોડ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહિ. જુગાર બદી સદંતર નાબુદ કરવા આપેલ સુચના મુજબ બી.આર.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓ તથા એલ.સી.બી.-પેરોલ ફર્લો સ્ટાફના માણસો પૈકી પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઇ ભીખુદાનભાઇ ટાપરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ ભીમાભા મૈયડ તથા ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા તથા ભરતભાઇ પરબતભાઇ મીયાત્રા તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાળુભાઇ કાણોતરા કામગીરી સબબ મોરબી તાલુકા વિસ્તારમાંપેટ્રોલીંગ હતા સાથે મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા એ દરમીયાન શનાળા ગામ પાસે જતા સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઇ ભીખુદાનભાઇ ટાપરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ ભીમાભાઇ મૈયડ તથા ભરતભાઇ પરબતભાઇ મીયાત્રાને IMG 20170619 WA0003ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે એક ઇન્ડીગો કાર સફેદ કલરની નંબર જીજે ૦૩ સીએ ૪૬૬૯ વાળીનો ચાલક થોડીવારમાં આમરણ બાજુથી ખાનપર આવતા રસ્તા ઉપરથી મોરબી તરફ આવનાર છે. આ કામમાં અંગ્રેજી દારુની પેટીઓ ભરેલ છે તેવી હકીકત મળતા ખાનપરથી આગળ અડધો કીમી દુર આમરણ જતા રસ્તે વોચ રાખતા હકીકતવાળી કારમાં અંગ્રેજી દારુની જુદી જુદી ત્રણ બ્રાન્ડની કુલ ૧૯૨ બોટલો ૭૫૦ મીલીની કુલ કિંમત રૂ ૫૭૬૦૦ તથા એક મોબાઇલ કિં.રૂ૫૦૦ તથા કાર કિં. ૨,૫૦,૦૦૦ સહીત કુલ રૂ૩,૦૮,૧૦૦ નો પ્રોહી. મુદામાલ સાથે આરોપી (૧) સંજયભાઇ જગદીશભાઇ  પરમાર જાતે અનુજાતિ (ઉ.વ.૨૦) રહે. રાજકોટ કોઠારીયા સોલંવન્ટ ૨૫ વારીયા મકાનમાં  તા.જી. રાજકોટ વાળો મળી આવેલ છે. આ આરોપીની પુછપરછમા તેણે આ જથ્થો ફડસરગામે જઇ ત્યાંથી ભરતભાઇ નામની વ્યકિત પાસેથી લીધેલની હકીકત જણાવેલ છે. અને તેના સાગરીતોમાં ઇરફાન  ઘાંચી રહે રાજકોટ તથા મહિપત કરશન ડોડીયા રહે. રાજકોટ તથા રાજુ રહે. રાજકોટ વાળાના નામો જણાવેલ ઠે. જેથી આ તમામ આરોપીઓ વિરુઘ્ધ સાથેના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ પરબતભાઇ મીયાત્રાએ સરકાર તરફે ફરીયાદી બનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આ ગુનાની તપાસ રાજેન્દ્રભાઇ ભીખુદાનભાઇ ટાપરીયા ચલાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.